કોરોના વાઇરસ ચેપથી શુક્રવારે એક જ દિવસમાં 86 લોકોનાં મૃત્યુ થતાં મરણાંક વધીને 724 થયો છે. 2002-2003માં સાર્સનો ચેપ લાગ્યો ત્યારે 774 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કોરોના વાઇરસના ચેપથી મરણાંક એનાથી વધવાની આશંકા છે અને તેથી ચીનના લોકોમાં સરકાર પ્રતિ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ચેપની જાણ કરનારા ડોક્ટર લી વેનલિઆંગનું મૃત્યુ થયા બાદ લોકો ગુસ્સામાં છે.

 

કોરોના વાઇરસનો ચેપ 34,914 લોકોને ચેપ લાગ્યો છે. 722 લોકો ચીનમાં મૃત્યુ પામ્યા છે, જેમાં એક અમેરિકનનો પણ સમાવેશ છે, જ્યારે ફિલિપીન્સ અને હોંગકોંગમાં એક-એક યુવાનનું મોત થયું છે. શુક્રવારે પણ ઘણા નવા કેસ સામે આવ્યા હતા. શુક્રવારે આશરે 1,280 દર્દીઓની સ્થિતિ ગંભીર થતાં કુલ ગંભીર દર્દીઓની સંખ્યા 6,101 સુધી પહોંચી છે.

 

ચીનમાં ગત ડિસેમ્બરમાં ડો. લી વેનલિઆંગે આ ચેપની જાણકારી શેર કરી ત્યારે પોલીસે તેની સામે પગલાં લીધાં હતાં. જોકે તેના મૃત્યુ બાદ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ લોકોના રોષને જોતાં ખાતરી આપી છે કે ડોક્ટરના મૃત્યુ અને સંબંધિત કારણોની તપાસ કરવામાં આવશે. જોકે લોકોનું કહેવું છે કે સત્તાધારી પાર્ટીના લોકો રોગચાળો ફાટી નીકળે, ખતરનાક રસાયણો ઢોળાઈ જાય, ખતરનાક કન્ઝયુમર પ્રોડક્ટ બજારમાં આવે કે નાણાકીય કૌભાંડ થાય એવા તમામ ન્યૂઝ દાબી દે છે અથવા ખોટી જાણકારી લોકો સુધી પહોંચાડે છે. ચીનમાં અફવા ફેલાવનારા લોકોને જેલમાં મોકલવાની સજા કરાય છે.

మరింత సమాచారం తెలుసుకోండి: