કોરોના વાયરસના વધતા કહેરના કારણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જેના કારણે લોકોને ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે લોકડાઉનના માત્ર બે દિવસોમાં કઠોળ, શાકભાજી અને અન્ય રેશન વસ્તુઓની કિંમતોમાં પણ જંગી વધારો થયો છે.

 

ઉલ્લેખનીય છે કે જનતા કરફ્યૂના દિવસે એટલે કે 22 માર્ચે કિંમતો કાબૂમાં હતી. પરંતુ 24 માર્ચથી મોટાભાગે વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ તુવેર દાળના ભાવ 85 રૂપિયાથી વધી 92 રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે બટાટા, ડુંગળી અને ટામેટાના ભાવો પણ પાંચથી આઠ રૂપિયા સુધી વધરો જોવા મળી રહ્યો છે. જો કે, સરકાર મુજબ હાલ સ્ટોકમાં માલની કોઈ સમસ્યા નથી. તેમ છતાં કેટલાક વેપારીઓ નફાખોરી અને કાળા બજારી કરી વસ્તુઓ બમણા ભાવે વેંચી રહ્યા છે.

 

દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન થતા લોકો ઘરનો જરૂરી સમાન લેવા કિરાણા સ્ટોર્સ પર આવી જતા કેટલીક જગ્યાએ ભારે ભીડનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકાર દ્વારા ઘરની બહાર ન નીકળવા અને ભીડભાડથી દૂર રહેવા નિર્દેશ આપ્યા છે. ત્યારે એવી સ્થિતિમાં ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકના ખિસ્સા પર ભાર વધ્યો છે. નફાખોરી અને બ્લેક માર્કેટિંગના કારણે રોજિંદાની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેથી લોકોએ સરકારને આ નફાખોરી અને બ્લેક માર્કેટિંગ રોકવા વિનંતી કરી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: