અમેરિકાએ કોરોના વૈશ્વિક મહામારીને ઉગારવામાં મદદ કરવાના હેતુથી ભારત સહિત 64 દેશોને 17.4 કરોડ ડોલરની વધુ આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. આ રકમમાંથી 29 લાખ ડોલર મદદ તરીકે ભારતને આપશે. આ ફેબ્રુઆરીમાં અમેરિકાની તરફથી જાહેરાત કરાયેલા 10 કરોડ ડોલરની મદદ સિવાય છે. હાલ જાહેર કરાયેલી નવી રકમ રોગ નિયંત્રણ અને બચાવ કેન્દ્ર સહિત વિભિન્ન વિભાગો અને એજન્સીઓના વિશાળ અમેરિકન વૈશ્વિક પ્રતિક્રિયા પેકેજનો હિસ્સો છે. આ નાણાંકીય મદદ વૈશ્વિક મહામારીના ખતરાનો સામનો કરી રહેલા સૌથી વધુ જોખ ધરાવતા 64 દેશો માટે છે.

 

અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રયોગશાળા તંત્ર સ્થાપિત કરવા, કેસની શોધ અને ઘટનાઓ પર આધારિત નજર રાખવાની ક્રિયાશીલ બનાવા તથા પ્રતિક્રિયા અને તૈયારીઓ માટે તકનીકી વિશેષજ્ઞોની સહાયતા વગેરેને મદદ કરવાના હેતુથી ભારત સરકારને 29 લાખ ડોલરની મદદ કરી રહ્યું છે.

 

અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીના ઉપ પ્રશાસક બોની ગ્લિકના મતે આ નવી સહાયતા અમેરિકાના વૈશ્વિક સ્વાસ્થ્ય નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આર્થિક મદદની જાહેરાત સિવાય અમેરિકા પોતાના મિત્રો અને સહયોગીઓને વેન્ટિલેટર્સની જરૂરીયાતનો પુરવઠો પૂરો પાડવા માટે પણ તૈયાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા બાદ અમેરિકાએ વેન્ટિલેટર અને અન્ય ચિકિત્સીય સાધનોનું ઉત્પાદન વધારી દીધું છે અને તેમનું પ્રશાસન અન્ય દેશોને પણ તેઓ વિતરિત કરશે.

మరింత సమాచారం తెలుసుకోండి: