બોલીવુડ સ્ટારર અર્જુન કપૂર તથા પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરમાં જબરજસ્ત ટર્ન એન્ડ ટ્વિસ્ટ જોવા મળે છે. ફિલ્મમાં અર્જુન કપૂરે પિંકી દહિયાનો રોલ કર્યો છે અને પરિણીતી ચોપરા સંદીપ કૌરના રોલમાં છે. ટ્રેલર પહેલાં ફિલ્મના પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતાં.
ડિરેક્ટર દિબાકરની આ ફિલ્મના ટ્રેલરમાં પરિણીતી ચોપરા સતત નાસતી ફરે છે અને અર્જુન પણ તેની સાથે જોવા મળે છે. ફિલ્મમાં અર્જુન હરિયાણવી પોલીસ ઓફિસરના રોલમાં છે અને પરિણીતી દિલ્હીમાં રહેતી કોર્પોરેટ કર્મચારીના રોલમાં છે. ટ્રેલરમાં ઘણાં એવા સીન્સ છે, જે તમને નવાઈ પમાડે છે. અર્જુન-પરિણીતી ઉપરાંત રઘુવીર યાદવ, નીના ગુપ્તા, જયદિપ જેવા કલાકારો છે.
આ ફિલ્મ પહેલાં 2018માં 3 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. ત્યારબાદ આ ફિલ્મને 1 માર્ચ, 2019માં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, હવે આ ફિલ્મ 20 માર્ચ, 2020માં રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ રહી છે. આ સ્ટોરી એક છોકરી અને છોકરાની છે જે એકબીજા સાથે પણ રહી નથી શકતા અને એકબીજા વગર પણ ચાલતું નથી.’ આ ફિલ્મને નેશનલ અવોર્ડ વિનર ડિરેક્ટર દિબાકર બેનર્જીએ ડિરેક્ટ કરી છે. દિબાકર બેનર્જીએ ‘ખોસલા કા ઘોસલા’, ‘ઓયે લકી, લકી ઓયે’, ‘લવ સેક્સ ઔર ધોખા’, ‘બોમ્બે ટોકીઝ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે.
click and follow Indiaherald WhatsApp channel