કોરોના સંક્રમણને લઇ જેવી લોકડાઉનની જાહેરાત થઇ કે હવે મહાનગરોમાંથી ગામડાંઓની તરફ મજૂર પહોંચવા લાગ્યા છે. લોકડાઉન થયું તો ઇન્દોરમાં કામ કરી રહેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બે મજૂર બાઇક પર જ ઇન્દોરથી પોતાના ગામ પહોંચી ગયા. ત્યાં તેમની તબિયત ખરાબ થઇ તો ટેસ્ટ કરાવ્યો જેમાં તેઓ કોરોના પોઝિટીવ નીકળ્યા. રિપોર્ટ બાદ બન્નેની સારવાર ચાલી રહી છે બન્ને દ્રારા કોઇ બીજાને આ ચેપ ન લાગે તેની કાળજી લેવાઇ રહી છે. 

 

રાજસ્થાનના દક્ષિણી આદિવાસી જિલ્લા ડુંગરપુરમાં બાપ-દીકરાનો કોરોના તપાસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીજીબાજુ ડુંગપુરમાં કોરોનાના દર્દીની માહિતી મળતા આખા જિલ્લામાં હડકંપ મચી ગયો. કારણ કે મોટી સંખ્યામાં દેશભરમાંથી મજૂરો ત્યાં આવેલા છે. આથી જિલ્લા પ્રશાસનની હાલત ખરાબ થઇ ગઇ છે.

 

જિલ્લા કલેકટર કાનારામે કહ્યું કે બાપ-દીકરો મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રહેતા હતા અને લોકડાઉન દરમ્યાન બાઇક પર સવાર થઇને 25મી માર્ચના રોજ પોતના ગામ પહોંચ્યા. ગામ અને ઘરમાં 24 કલાક રહ્યા બાદ બંને 48 વર્ષના પિતા અને 14 વર્ષના દીકરાની તબિયત ખરાબ થવા પર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ગયા. અહીં ડૉકટરને બંનેમાં કોરોનાના લક્ષણ દેખાતા એમ્બ્યુલન્સથી જિલ્લા હોસ્પિટલ મોકલી દેવાયા.

 

હાલ બંનેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. બીજીબાજુ પોઝિટીવ દર્દી બાદ જિલ્લા પ્રશાસન હરકતમાં આવી ગયું છે અને દર્દીના ઘરથી એક કિલોમીટરના દાયરામાં કરફ્યૂ લગાવી દીધો છે.

Find out more: