પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરોના સામે લડવા તેમણે દેશવાસીઓને મદદ માટે અપીલ કરી છે. આ માટે પીએમ કેયર્સ (PM-CARES) ફંડ બનાવ્યું છે, જેમાં દરેક જણ સ્વેચ્છાથી મદદ કરી શકે છે. જો તમે પણ આ ફંડમાં કંઇક ડોનેટ કરવા ઇચ્છો છો તો આપી શકો છે. આ માટે પીએમ મોદીએ એકાઉન્ટ નંબર સહિતની જાણકારી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે તમારો સહયોગ સ્વસ્થ ભારતનું નિર્માણ કરશે.

 

પીએમ મોદીની અપીલ પર IAS એસોસિએશને પીએમ કેયર્સ ફંડમાં 21 લાખ આપવાની જાહેરાત કરી છે. એસોસિએશનનાં તમામ મેમ્બર્સ ઓછામાં ઓછા એક દિવસની સેલરી દાનમાં આવશે. તો અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની મદદ કરી છે અને તેણે ફિલ્મ સ્ટાર્સમાંથી સૌથી મોટું દાન કર્યું છે. અક્ષય કુમારે કહ્યું કે “અત્યારે લોકોની જિંદગી સૌથી મહત્વપૂર્ણ છે. આ માટે આપણે સંપૂર્ણ પ્રયત્નો કરવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, ‘જાન હૈ તો જહાન હૈ.’

જો તમે પણ દાન કરવા ઇચ્છો છો તો નીચે એકાઉન્ટ નંબર સહિત તમામ જાણકારીઓ આપવામાં આવી છે. ડોનેશનનું કામ ઘરે બેઠા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિગ, યૂપીઆઈ અને RTGS/NEFTની મદદથી કરી શકો છો. 

మరింత సమాచారం తెలుసుకోండి: