બોલીવુડ સિંગર કનિકા કપૂર જે લાંબા સમયથી કોરોનાથી પીડિત છે, તેના માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. કનિકા કપૂરનો PGIમાં પાંચમો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પહેલા સતત તેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આવામાં કનિકા અને તેના પરિવાર માટે આ રાહતનાં સમાચાર છે.
કનિકા કપૂરનાં અત્યાર સુધી કુલ 6 વાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક ટેસ્ટ તેનો કેજીએમયૂમાં થયો હતો અને બાકીનાં 5 ટેસ્ટ પીજીઆઈમાં કરવામાં આવ્યા છે. હવે હાલમાં જ કરવામાં આવેલા ટેસ્ટમાં કનિકા કપૂરમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યા નથી. જો વધુ એકવાર કનિકા કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
પીજીઆઈનાં ડિરેક્ટર આરકે ધીમને પહેલા જ એ વાતનાં સંકેત આપી દીધા હતા કે કનિકા કપૂરનાં સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતુ કે કનિકા કપૂર નૉર્મલ છે. તે સામાન્ય ભોજન-પાણી લઇ રહી છે. તેનામાં કોરોનાનાં કોઈ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યા નથી, પરંતુ તે સમયે કનિકા કપૂર કોરોના પોઝિટિવ મળી આવી હતી. આ કારણે તેનો પરિવાર પણ ઘણો ચિંતિત હતો
click and follow Indiaherald WhatsApp channel