કોરોના સામેની લડાઈમાં જ્યારે હાઇડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટની નિકાસને ભારતે મંજૂરી આપી તો અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ના ફક્ત ભારતની પ્રશંસા કરી, પરંતુ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. અમેરિકા માટે પીએમ મોદી કેટલા મહત્વનાં છે તે વ્હાઇટ હાઉસનાં ટ્વિટર હેન્ડલ દ્વારા ફોલો કરનારી યાદી જોઇને સ્પષ્ટ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાનાં એકમાત્ર નેતા બન્યા છે જેમને અમેરિકાનાં રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસનાં ટ્વીટર હેન્ડલે ફોલો કરવાનું શરૂ કર્યું છે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જરૂરી દવાઓ મોકલવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. હકીકતમાં અમેરિકા કોરોના સંક્રમણનાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કોરોનાએ અમેરિકામાં કાળો કેર વર્તાવ્યો છે. આ સંકટનાં સમયમાં અમેરિકાને મેલેરિયા વિરોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર હતી. ટ્રમ્પ માને છે કે કોરોના વિરુદ્ધની લડતમાં આ દવા અસરકારક છે. જેથી કરીને તેમણે ભારત પાસે આ દવાની માગણી કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે કોરોનાની લડાઈમાં ભારત એકમાત્ર દેશ છે જે મુશ્કેલીઓમાં ઘેરાયા છતા પણ મદદનો હાથ આગળ વધારી રહ્યું છે અને આખા વિશ્વને એક કરવામાં લાગ્યું છે. સાર્કની બેઠક હોય કે જી-20ની બેઠક, બંનેની પહેલ ભારતે કરી. આ ઉપરાંત પીએમ મોદી દરરોજ કોઈને કોઈ વર્લ્ડ લીડરની સાથે ફોન પર ચર્ચા કરે છે જેથી કોરોનાને પહોંચી વળવાનાં ઉપાય શોધી શકાય. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: