કોરોના વાઇરસને લઇ આખું વિશ્વ ચિંતામાં  છે. ભારતમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહીં છે. લોકોના મનમાં રોજ નવા સવાલ ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કેટલીય અફવાહ અને ગેરમાર્ગે દોરી જનારી માહિતી પ્રકાશિત થતી રહેતી હોય છે. આ અફાવાહો અને ગેરસમજને દુર કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પોતાના પ્રયત્ન તેજ કરી નાખ્યાં છે.

કોરોના વાઇરસ સાથે જોડાયેલી લેટેસ્ટ ગેરસમજ અને હકીકત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર

1. થર્મલ સ્કેન માણસના શરીરનું તાપમાન બતાવે છે, પરંતુ તેનાથી જાણવા નથી મળતું કે તમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીં.

2. કોરોના વાઇરસ માટે જરુરી નથી કે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય, તે ગમે તે વાતાવરણમાં ફેલાઇ શકે છે.

3. કોઇ પણ વાઇરસનો નાશ ત્યારે જ થાય છે જ્યારે તેને અનુકૂળ વાતાવરણ ન મળે. બરફથી કોરોના વાઇરસ મરવાની વાત કલ્પના માત્ર છે.

4. સામન્ય રીતે માણસનું તાપમના 36.5થી 37 ડિગ્રી સેલ્સિયસ પર રહેતું હોય છે. અને તે બહારના વાતાવરણથી વધારે પ્રભાવિત નથી થતું.

5. કોરોના વાઇસ ગરમ પાણી પણ જીવીત રહીં શકે છે. માટે ભુલી જાઓ કે ગરમ પાણીથી નહાવાથી કોરોના નથી ફેલાતો.

6. મચ્છરથી કોરોના વાઇરસ નથી ફેલાતો. આ એક રેસ્પિરેટરી (શ્વાસોચ્છવાસથી ફેલાતો) વાઇરસ છે, જે છીંક કે ઉધરસથી એક બીજામાં ફેલાય છે. 

7. જ્યારે કોઇ છીંક કે ઉધરસ ખાતા હોય છે તો તેના મોઢામાંથી નીકળું થૂંકના ટીપાંથી બીજા લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે.

8. નિમોનિયાની વેક્સીન જેવી-ન્યુમોકોલ વેક્સીન અને હીમોફિલસ ઇનફ્લુએન્જા ટાઇપ બી વેક્સીથી તેની સારવાર શક્ય નથી.

9. આલ્કોહલ-ક્લોરીન ફક્ત શરીરના ઉપરના ભાગની સફાઇ કરે છે જ્યારે કોરોના વાઇરસ શરીરની અંદર જઇ માણસને બીમાર બનાવે છે. માટે તેનાથી કોઇ લાભ નથી.

10. લસણમાં કેટલાય એન્ટી માઇક્રોબાયલ તત્વ હોય છે પરંતુ તેને ખાવાથી કોરોનાથી બચી શકો છો તેનું કોઇ પ્રમાણ મળ્યું નથી.

11. અલ્ટ્રાવાયોલેટ લેમ્પ તમારી ચામડી પર અલ્ટ્રાવાયોલેટ રેડિએશનથી ખંજવાળ પેદા કરી શકે છે, તેનાથી કોરોના વાઇરસ પણ નહીં મરે.

12. એન્ટિબાયોટિક્સ ફક્ત બેક્ટેરિયાને મારે છે વાઇરસને નહીં. એન્ટિબાયોટિક્સનો ઉપોય કોરોના માટે ન કરવો જોઇએ.

13. સેલાઇન (Saline-એક પ્રકારનું દ્રવ્ય) થી નાક સાફ કરવા પર તમને કોરોના વાઇરસના સંક્રમણથી છૂટકારો મળશે, તેના હજુ સુધી પ્રમાણ મળ્યાં નથી.

14. સંક્રમિત યુવાન મોટાભાગે 10 સેકન્ડથી વધારેમાં વધારે 10 સેકન્ડ પોતાનો શ્વાસ રોકી સકે છે, એવમાં એવું કહેવું ખોટું છે કે10 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખવાથી તમને ચેપ નહીં લાગે.

10. પૂરતી માત્રામાં પાણી પીવાથી વાઇરસ પેટમાં ચાલ્યા જશે અને પેટના એસિડ તેને ખત્મ કરી દેશે, આ વાતમાં કોઇ તથ્ય નથી.

మరింత సమాచారం తెలుసుకోండి: