ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગરમીનો પારો ઉંચકાયો છે. તો સાથે સાથે ખરા ઉનાળામાં પણ વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 7 મેથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
કોરોનાના કહેર વચ્ચે ગરમીનો પ્રકોપ પણ સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ અમદાવાદમાં ગરમીને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું હતું. ત્યારે હવે અમદાવાદમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે. અને આગામી સમય માટે હવામાન વિભાગે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ગરમી વધવાની આશંકા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી સાંજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. મહેસાણામાં પણ જોરદાર પવન ફૂંકાયો હતો. પાટણ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.
click and follow Indiaherald WhatsApp channel