અભિનેતા ટાઇગર શ્રોફ ફિલ્મ હીરોપંતીથી પોતનું બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતુ. વર્ષ 2014માં આવેલ આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન હતી. ગત કેટલાક સમયથી ખબર આવી રહી હતી કે, ટાઇગર ફિલ્મની સિક્વલમાં કામ કરી શકે છે. હવે ટાઇગર શ્રોફે પોતે ઇન્સ્ટાગ્રામ પર હીરોપંતી-2ના પોસ્ટર શેર કરી ખબરોની પુષ્ટિ કરી દીધી છે.
આ એક્શન ફિલ્મમાં ટાઇગર યૂટ-બૂટ પહેરી માચો મેનનાં અવતારમાં નજર આવશે. પોસ્ટર અનુસાર દુનિયા તેના પાત્રને મૃત જોવા માંગે છે. ટાઇગરે પોસ્ટર શેર કરી લખ્યુ,’આ મારા માટે સ્પેશ્યલ છે. સાજિદ સર સાખે વધુ એક ફ્રેંચાઇજી આગળ લઇ જતા મને ખુશી થાય છે.’
ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં તમે ટાઇગરને કાળો સૂટ પહેરી જોઇ શકો છો. તેની ચારે તરફ બંદુક છે. ત્યાં જ બીજા પોસ્ટરમાં તે શહેરમાં રોડ વચ્ચે ઉભો છે. અને ખુબ જ રફ્તારથી ગાડીઓ તેની સામેથી પસાર થઇ રહી છે. ટાઇગરનો એક હાથ બંધ છે તો બીજા હાથની મુંટ્ઠી બંધ છે.
હીરોપંતી-2 ના ડાયરેક્ટર અહમદ ખાન બનાવી રહ્યા છે ત્યાં જ સાજિદ નાડિયાદવાલા આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મ 16 જુલાઇ 2021ના રોજ રિલીજ થશે. તમને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફ અને અહમદ ખાને મળી ફિલ્મ બાગી-3માં પણ કામ કર્યું છે. શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમૂખ અન અંકિતા લોખંડે સ્ટારર આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઇ રહી છે.
click and follow Indiaherald WhatsApp channel