લદ્દાખ બૉર્ડર પર ભારત અને ચીનની વચ્ચે હિંસક અથડામણમાં બંને તરફ નુકસાન થયું હોવાનાં સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સેનાનાં 3 જવાનો શહીદ થયા હોવાની ખબરો સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનાં જવાન પણ માર્યા ગયા છે. ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે ચીનનાં 5 સૈનિકોનાં મોત થયા છે અને 11 સૈનિકો ઘાયલ થયા છે જેમને સ્ટ્રેચર પર લઇ જતા જોવામાં આવ્યા.
માહીતી મુજબ બૉર્ડર પર ચીની સૈનિકોએ ગોળી તો નહોતી ચલાવી, પરંતુ લાકડી-ડંડા અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. લદ્દાખની ગલવાન ખીણમાં સોમવાર રાત્રે ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણ દરમિયાન ભારતીય સેનાનાં એક અધિકારી અને ત્રણ જવાન શહીદ થયા. ભારત અને ચીનની સેનાનાં વરિષ્ઠ અધિકારી લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.
ગત 5 અઠવાડિયાથી ગલવાન ખીણમાં મોટી સંખ્યામાં ભારતીય અને ચીની સૈનિક સામ-સામે આવ્યા હતા. આ ઘટના ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનાં એ નિવેદનનાં કેટલાક દિવસ બાદ થઈ છે, જેમાં તેમણે કહ્યું હતુ કે બંને દેશોનાં સૈનિક ગલવાન ખીણથી પાછળ હટી રહ્યા છે.
click and follow Indiaherald WhatsApp channel