દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતા દેખાઇ રહ્યા છે. શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી મળતી દેખાય રહી છે. રૂઝાનો બાદ ભાજપ અને કોંગ્રેસે પોતાની હાર પણ સ્વીકારી લીધી છે. તો આમ આદમી પાર્ટીની ઓફિસમાં જશ્નનો માહોલ છે… ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા તમામ અપડેટ…

ચૂંટણી પંચના મતે 30માં આમ આદમી પાર્ટી આગળ, ભાજપ 16 સીટો પર આગળ. નવી દિલ્હી સીટ પરથી કેજરીવાલ 4000 વોટથી આગળ ચાલી રહ્યા છે. બલ્લીમારાનથી ભાજપના લતા શોઢી આગળ નીકળ્યા

સવારે 9.51 વાગ્યે ચૂંટણી પંચની વેબસાઇટ પર આવેલી 36 સીટોના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 22 સીટો પર આગળ, ભાજપને 14 સીટો પર , 49 ટકા વોટ આપને અને અંદાજે 44 ટકા વોટ ભાજપને, કોંગ્રેસને 4.22 ટકા વોટ

મોડલ ટાઉનથી ભાજપના કપિલ મિશ્રા એક વખત ફરીથી પાછળ, હરિનગરથી બગ્ગા પણ પાછળ

ચૂંટણી પંચના મતે 24 સીટોના આવેલા રૂઝાનમાં 13 સીટો પર આમ આદમી પાર્ટી અને 11 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે

આપના ઉમેદવારોની લીડમાં કોઇ મોટો ફરક નથી

સવારે 9.45 વાગ્યે રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધતો દેખાઇ રહ્યો છે, રૂઝાનમાં કેજરીવાલની પાર્ટીને બહુમતી 49 સીટો પર આગળ, BJP 21 સીટો પર આગળ, કોંગ્રેસનું ખાતુ ખૂલ્યું જ નથી

સવારે 9.40 વાગ્યે ચૂંટણી પંચના મતે અત્યાર સુધીની ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીને 48 ટકા અને ભાજપને 46 ટકા વોટ મળ્યા છે

સવારે 9.35 વાગ્યે દિલ્હીની ઓખલા વિધાનસભા સીટ પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બલ્લીમારાન સીટ પરથી પણ ભાજપ આગળ છે. આપને જણાવી દઇએ કે આ બંને સીટો પર મુસ્લિમ વોટરોની સંખ્યા ઘણી વધુ છે. 

ચૂંટણી પંચના મતે અત્યાર સુધી થયેલ મતની ગણતરીના આધાર પર આમ આદમી પાર્ટી 7 અને ભાજપ 6 સીટો પર આગળ છે

દિલ્હીમાં હવે પરિણામોની તસવીર સ્પષ્ટ થતી દેખાય રહી છે. સવારે 9.24 વાગ્યે આપ 55 સીટો પર આગળ છે અને ભાજપ 15 સીટો પર આગળ, જ્યારે કોંગ્રેસનું હજુ ખાતુ જ નથી ખૂલ્યું

દિલ્હીના સીએમ કેજરીવાલ પાર્ટી ઓફિસ પહોંચી ગયા છે, સંજય સિંહ પણ પહોંચ્યા

ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ આગળ

શકુરબસ્તીથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને આપ ઉમેદવાર સત્યેંદ્ર જૈન આગળ ચાલી રહ્યા છે

તિમારપુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલીપ પાંડે પાછળ ચાલી રહ્યા છે

અક્ષરધામ કાઉન્ટિંગ સેન્ટર પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર રવિ નેગી

નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, પટપડગંજથી મનીષ સિસોદિયા પણ આગળ

આમ આદમી પાર્ટી 49 સીટો પર આગળ ચાલી રહી છે, ભાજપ 13 સીટો પર આગળ છે, કોંગ્રેસનું હજુ સુધી ખાતું ખૂલ્યું નથી

આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ ઘરેથી પાર્ટી ઓફિસ માટે નીકળ્યા. અત્યાર કોઇ પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇન્કાર

લગભગ તમામ મુસ્લિમ વસતી વધુ ધરાવતી સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પાર્ટી અને સીટ બદલનાર મોટાભાગના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે

શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે, આમ આદમી પાર્ટી 40 સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 13 સીટો પર આગળ છે. જો કે હજુ 

પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. કોંગ્રસનું હજુ સુધી ખાતુ ખૂલ્યું નથી. શહાદરાથી રામનિવાસ ગોયલ આગળ ચાલી રહ્યા છે. ઓખલાથી અમાનતુલ્લા ખાન આગળ છે.

 વિશ્વાસનગર સીટથી ભાજપના ઓપી શર્મા આગળ ચાલી રહ્યા છે. કપિલ મિશ્રા, તેજિંદર સિંહ બગ્ગા અને અલકા લાંબા જેવા ચર્ચિત ચહેરા પાછળ ચાલી રહ્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: