બોલિવૂડ અભિનેત્રી રિચા ચડ્ઢા અને અલી ફઝલના લગ્નની ચર્ચા બોલિવૂડની ગલીઓમાં ગુંજી રહી છે. આ કપલ લગ્ન કરશે તે નક્કી છે પરંતુ ક્યારે કરશે તે કોઇને ખબર નથી. પરંતુ હવે જાણકારી મળી ગઇ છે કે બંન્ને ક્યારે લગ્નનાં તાંતણે બંધાશે. મીડિયા રિપોર્ટ અનુસાર રિચા ચડ્ઢા અને અલી ફઝલ આ વર્ષે એપ્રિલમાં જ લગ્ન કરી લેશે. ખબરો અનુસાર તેઓ પહેલા કોર્ટ મેરેજ કરશે અને તેના પછી સેલિબ્રેશન કરશે.
માહિતી મુજબ બંન્ને 15 ફેબ્રુઆરીના રોજ ફેમિલિ કોર્ટમાં લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. તો નિયમ અનુસાર તેઓ 15 માર્ચ બાદ ક્યારેય પણ લગ્ન કરી શકે છે. પરંતુ રિચા 31 માર્ચ સુધી પોતાના શૂટમાં વ્યસ્ત છે માટે બંન્નેએ એપ્રિલમાં કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય કર્યો છે. રિચા અને અલીના પ્રવક્તાએ જણાવ્યું કે,’લગ્ન માટે કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. પ્રોસેસના હિસાબે રજિસ્ટ્રેશનની તારીખથી લગ્ન માટે ત્રણ મહિનાની વિંડો મળશે. એટલે કે એપ્રિદ માસ દરમિયાન તેઓ લગ્ન કરી લેશે.’
તમને જણાવી દઇએ કે, અલી અને રિચા પ્રથમવાર 2012માં ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા અને ત્યારથી તેઓ દોસ્ત છે. જોકે તેમણે ડેટ કરવાનું 2015માં શરૂ કર્યું હતું અને 2017માં બંન્નેએ પોતાના સંબંધને સાર્વજનિક કરી દીધો હતો. હવે ફાઇનલી તેઓ લગ્ન કરવા જઇ રહ્યા છે.
click and follow Indiaherald WhatsApp channel