લોકડાઉન દરમ્યાન દુરદર્શન પર તમામ જૂની સીરિયલનું પુન: પ્રસારણ શરૂ થઈ ગયુ છે. એક સમય એવો હતો કે શક્તિમાન બાળકોની ખુબજ ફેવરીટ સિરીયલ હતી. 90ના દશકમાં જ્યારે આ સીરિયલ શરૂ થઈ તેની લોકપ્રિયતા એવી હતી કે ઘરે ઘરે લોકો મુકેશ ખન્નાને શક્તિમાન તરીકે ઓળખતા હતા. જો કે એક સમય એવો પણ હતો જ્યારે શક્તિમાન તમામ લોકો માટે વિલન બની ગયા હતા.
એવા સમાચાર ફેલાઇ રહ્યા હતા કે લોકો શક્તિમાનને જોઈ જોઈને બાળકો છત પરથી કૂદી રહ્યા હતા. લોકોના વચ્ચે શક્તિમાનની છબીને લઈને ભ્રમ ફેલાવવો શરૂ થઈ ગયો હતો. એવા સમાચાર હતા કે બાળકો આ સીરીયલને જોઈને ખોટા રસ્તા પર જઈ રહ્યા છે. બાળકોના કુમળા માનસ પર ખરાબ અસર પડી રહી છે.
શક્તિમાનને રીતસરની બંધ કરવાની કવાયત મીડિયામાં શરૂ થઈ ગઈ હતી. જો કે મુકેશ ખન્નાએ મામલાના મૂળ સુધી પહોંચી ખુલાસો કર્યો હતો. શક્તિમાન જે ગતીએ સફળ થયુ તેના વિરોધીઓના પેટમાં તેલ રેડાયુ હતુ અને સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હતપ જેથી શક્તિમાનનું પ્રસારણ બંધ કરી દેવામાં આવે.
મુકેશ ખન્નાએ કહ્યુ કે મારા વિરૂદ્ધ સતત ષડયંત્ર રચવામાં આવ્યા હતા. મુકેશ ખન્નાએ જણાવ્યુ કે મારે કોઇ વ્યસન નથી મે ક્યારેય ગુટખાને હાથ નથી લગાવ્યો સિગરેટ હાથમાં નથી પકડી તો પણ મારા નામે આ તમામનું ધૂમ વેચાણ કરવામાં આવ્યુ હતુ.
click and follow Indiaherald WhatsApp channel