ડિસેમ્બર 2014માં જસ્ટિસ લોયાનું નાગપુરમાં મોત નિપજ્યુ હતું જે ચર્ચિત કેસ વિશે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, જો જરૂર પડશે તો જજ લોયાના મૃત્યુના કેસની ફરી તપાસ કરાશે. તેમણે કહ્યું કે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં મેં પોલીસ પાસે ફરીથી રિપોર્ટ માગ્યો છે. તે સાથે જ ફ્રી કાશ્મીર પોસ્ટરની પણ તપાસ શરૂ કરી છે. છોકરીના મનમાં શું હતું, તેની તપાસ કરાઈ રહી છે.

ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાની ધરપકડ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે એજાઝ લાકડાવાલાએ મનીષ અડવાણીના નામથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો, તેને ડી કંપની કે કોઈ બીજા સાથે શું સબંધ હતા, તેની તપાસ હાથ ધરાઈ રહી છે.  મુંબઇના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાને ગુરુવારે પટનાથી ગિરફતાર કરાયો હતો. તેને મુંબઇ લાવવામાં આવ્યો છે. તેના ઉપર ૨૫ કેસ નોંધાયેલા છે. તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો નજીકનો ગણાય છે. આ પહેલાં મુંબઇ ક્રાઇમ બ્રાંચની એન્ટિ એક્સ્ટોર્શન સેલે એજાજની દીકરી સોનિયાને જબરદસ્તીથી ખંડણી ઉઘરાવવાના કેસમાં ગિરફતાર કરી છે. તે પોતાના પિતાના કહેવાથી બાંદ્રાના એક બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવા માટે ધમકી આપી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, કેસની સુનાવણીને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી. એ કેસની સુનાવણી પહેલાં જજ ઉત્પત કરી રહ્યા હતા. પાછળથી તેમની બદલી થઈ ગઈ હતી, એ બાદ જસ્ટિસ લોયા પાસે કેસની સુનાવણી આવી હતી. ડિસેમ્બર ૨૦૧૪માં જસ્ટિસ લોયાનું નાગપુરમાં મોત થયું હતું, જે શંકાસ્પદ ગણાય છે. જસ્ટિસ લોયાનાં મૃત્યુ બાદ જે જજે આ કેસની સુનાવણી કરી હતી,

మరింత సమాచారం తెలుసుకోండి: