રાજ્યમાં ગઈ કાલે એક દિવસમાં 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 28 લોકોનાં મોત નિપજ્યા છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો બીજા રાહતનાં સમાચાર એ છે કે રાજ્યમાં 1042 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 5428 થયો છે. તો કોરોનાને કારણે કુલ 290 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે આજે કુલ 146 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ 374 કોરોના પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં આજે 274 કેસ, વડોદરા અને સુરતમાં 25, ગાંધીનગર 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણા 21, બોટાદ 3, દાહોદ-અરવલ્લીમાં એક-એક કેસ, મહીસાગરમાં 10 કેસ તો દેવભૂમિ દ્વારકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 5428 થયો છે. જેમાંથી 31 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 4065 લોકો સ્ટેબલ છે.
click and follow Indiaherald WhatsApp channel