ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું પાર્ટી અધ્યક્ષ બનવાની વાત ચાલી રહી છે. તેમના નામની જાહેરાત 20 જાન્યુઆરીનાં પૂર્વ કેન્દ્રિય મંત્રી રાધામોહન સિંહ કરશે. બીજેપીનાં રાષ્ટ્રિય અધ્યક્ષની ચૂંટણી માટે 19 જાન્યુઆરીનાં નોંધણી કરવામાં આવશે. અત્યારે નવા અધ્યક્ષ માટે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટી સંવિધાન અનુસાર 50 ટકાથી વધારે રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થઈ ગયા બાદ રાષ્ટ્રિય અધ્યક્ષની ચૂંટણી થાય છે. 

 

બીજેપીનાં રાષ્ટ્રિય ચૂંટણી અધિકારી પૂર્વ કેન્દ્રિય મંત્રી રાધામોહન સિંહ આગામી દિવસમાં બીજેપીનાં રાષ્ટ્રિય અધ્યક્ષની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. જો કે એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા જ રાષ્ટ્રિય અધ્યક્ષ માટે નોંધણી કરશે. 20 જાન્યુઆરીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનાં નામની જાહેરાત કરવામાં આવશે. સૂત્રો અનુસાર પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, બીજેપી શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી, કેન્દ્રિય મંત્રીઓ ઉપરાંત અનેક પ્રદેશોનાં અધ્યક્ષ જેપી નડ્ડાનાં પ્રોપોઝર હશે.

 

ઉલ્લેખનીય છે કે બીજેપીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ ગત જાન્યુઆરીમાં જ સમાપ્ત થઈ ગયો હતો. લોકસભા ચૂંટણીને નજીક જોતા અમિત શાહને પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું હતુ. સામાન્ય ચૂંટણી અને ત્યારબાદ શાહ ગૃહમંત્રી તરીકે મોદી મંત્રીમંડળમાં સામે થયા બાદ જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે ચર્ચા છે કે જેપી નડ્ડા જ પાર્ટીનાં આગામી અધ્યક્ષ હશે. તેઓ ફેબ્રુઆરીમાં પાર્ટીની ધુરા સંભાળશે.

మరింత సమాచారం తెలుసుకోండి: