તિહાડ જેલમાં બંધ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવાનું ‘ડેથ વોરંટ’ રજૂ કરી ચૂકયા છે અને હવે બધાની નજર 1 ફેબ્રુઆરી પર ટકેલી છે. જ્યારે આ હત્યારાઓને ફાંસી પર લટકાવાશે. તિહાડ જેલના ફાંસી-ઘરમાં દોષિતોને લટકાવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે ત્યાં હત્યારાઓ એકદમ ‘મૌન’ થઇને બેસી ગયા છે. તેની પાછળનું કારણ કે પછી કાતિલોની આગળની શું રણનીતિ હોઇ શકે છે? આ પ્રશ્નનો જવાબ એમની જ પાસે છે. હજુ સુધી એકપણ દોષિતે તિહાડ મેનેજમેન્ટ દ્વારા પૂછવામાં આવ્યું છે કે તેમની છેલ્લી ઇચ્છા કંઇ-કંઇ છે? છતાંય કોઇએ કોઇ જવાબ આપ્યો નથી.
તિહાડ જેલના મહાનિર્દેશક સંદીપ ગોયલે ગુરૂવારના રોજ કહ્યું કે કોર્ટમાંથી ડેથ વોરંટ રજૂ થયા બાદ જે કાયદાકીય પ્રક્રિયા અમલમાં લાવવી જોઇએ, અમે એ બધી અપનાવી રહ્યા છીએ. તેના અંતર્ગત ચારેય દોષિત (મુકેશ, વિનય, અક્ષય અને પવન)ને તિહાડ જેલ પ્રશાસને તેમની છેલ્લી ઇચ્છા પણ થોડાંક દિવસ પહેલાં પૂછી હતી. હજુ સુધી કોઇએ પણ કોઇએ જવાબ આપ્યો નથી.
જો ફાંસી લાગવાના દિવસથી પહેલાં સુધી યોગ્ય સમયની સાથે દોષિતોએ બંને પ્રશ્નોના જવાબ ના આપ્યા તો જેલ પ્રશાસન માની લેશે કે તેમણે કંઇ કહેવું કે સાંભળવું નથી.
ચારેયને ફાંસી પર લટકાવાની નવી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાની નક્કી કરાઇ છે. એવામાં હવે જલ્લાદને 30મી જાન્યુઆરીના રોજ બોલાવામાં આવી રહ્યા છે. જેથી કરીને આની પહેલાં તેઓ ફાંસી આપવાનો ટ્રાયલ પણ કરી શકે.
click and follow Indiaherald WhatsApp channel