‘બિગ બોસ’ની એક્સ કંટેસ્ટેન્ટ નતાશા સ્ટેનકોવિક અને ટીમ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં સગાઈ કરી છે. આ સારા સમાચાર તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયાને આપ્યા હતા. ત્યાર બાદથી હાર્દિક અને નતાશા ચર્ચિત કપલમાં સામેલ થયા છે. નતાશા અને હાર્દિકની લવ સ્ટોરી જાણવામાં દરેકને રસ હોય છે. હાલ નતાશાની એક ટ્વિટને લઇને ચર્ચામાં છે.
ત્યારે હવે નતાશાએ એક એવું કામ કર્યું કે હાર્દિક પંડ્યા કોમેન્ટ કર્યા વગર રહી ન શક્યો. આપણે જણાવી દઈએ કે નતાશાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક નવી અને લેટેસ્ટ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર નજરે આવી રહી છે. નતાશાએ હેયકટ કરાવ્યા બાદ આ તસવીર પોસ્ટ કરી. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું કે,‘ફ્રેશ કટ.’ સાથે કૈંચી ઇમોટિકોન પણ બનાવ્યું.
નતાશાની આ તસવીર જોઈ હાર્દિક પંડ્યા ફિદા થઈ ગયો અને કોમેન્ટ કર્યા વિના રહી ન શક્યો. હાર્દિકે નતાશાની તસવીર પર કોમેન્ટ કરતા આંખોમાં દિલનો આકાર બનેલ ઇમોટિકોન પોસ્ટ કર્યું. નતાશાના આ નવા લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સારી-સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નતાશા અને હાર્દિકે નવા વર્ષે દુબઈમાં સગાઈ કરી હતી. જેની તસવીર અને વીડિયો બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
click and follow Indiaherald WhatsApp channel