CAAને રદ્દ કરવાની અરજી બાદ હવે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) પ્રક્રિયાને અટકાવવાનો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જોકે કોર્ટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને NPRને લઈ દાખલ કરવામાં આવેલી નવી અરજીને અંગે કેન્દ્રને નોટીસ પાઠવી છે. NPR અટકાવવા માટે સોમવારે એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં એવા તર્ક આપવામાં આવ્યા હતા કે આધારમાં ડેટાની સિક્યોરિટીની ગેરંટી છે, પણ નાગરિકતા (નાગરિકોની નોંધણી અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવા) અનુસૂચિ, 2003 અંતર્ગત એકત્રિત કરવામાં આવતી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે એટલે કે તેની સુરક્ષાની કોઈ ગેરન્ટી આપવામાં આવી નથી.

 

સુપ્રીમ કોર્ટે NPRને અટકાવવા માટે ઈન્કાર સાથે CAAને લગતા અન્ય કેસોની સાથે દલીલોને પણ ટેગ કરવામાં આવી છે, જેના પર સુનાવણી થશે. NPR અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) માટે જે માહિતી એકત્રિત કરવામાં આવશે તેનો દુરુપયોગથી બચવાની કોઈ જ ગેરન્ટી નથી. અરજીમાં એ બાબતને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, આ પ્રકારના ડેટાના કારણે નાગરિકોની અસંબંધિત રાજ્ય દેખરેખ’ રાખી શકે છે.

આ ઉપરાંત એનપીઆરને લઈને કરવામાં આવેલી અરજીમાં એવો પણ તર્ક આપવામાં આવ્યો હતો કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરનું નિર્માણ અને તેના અપડેશનની આખી કવાયત નાગરિકોની ગુપ્તતા પર ઘોર આક્રમણ છે.

మరింత సమాచారం తెలుసుకోండి: