રાજકોટ શહેર અને જિલ્લામાં નોવેલ કોરોનાવાઈરસ સામે આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા જંગમાં સોમવારે ત્રણ બાળક સહિત કુલ 10 સેમ્પલ લેવાયા હતા અને આ તમામ નેગેટીવ આવ્યા હતા. આજે સતત સાતમાં દિવસે રાજકોટમાં એક પણ કોરોનાનો કેસ નહિ નોંધાતા તંત્રે રાહતની લાગણી અનુભવી હતી. આ રાહતની વાત છે પણ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
વાત જાણે એમ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીનું મહત્વપૂર્ણ નિવેદન પ્રમાણે, તંત્ર એડ ચોટીનું જોર લગાવી કામ કરી રહ્યુ છે આમ છતાં ક્યાંક ક્લસ્ટર ચૂકાઈ ગયાનો સતત ભય છે અને જો તેવુ બન્યું તો રાજકોટમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થશે.
રાજકોટમાં 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ ન નોંધાતા ચિંતાનો વિષય છે. કોરોનાની ચેન તૂટી કે નહીં તે અંગે તંત્રની કામગીરી તેજ છે, તેમ છતાં કોઈ બેદરકારીના કારણે રહી ગઈ હશે તો આગામી સમયમાં એકઝાટકે મોટા પ્રમાણમાં કેસો સામે આવી શકે છે. હાલ રાજકોટમાં પોઝિટિવ દર્દીઓના વિસ્તારમાં સિમટ્રોમિક તપાસ શરૂ કરવામાં આવી છે.
click and follow Indiaherald WhatsApp channel