કુશલ પંજાબીના નિધનના આઠમો દિવસ થઇ ચૂક્યો છે. કુશલની આત્મહત્યા બાદ એક સુસાઇડ નોટ મળી હતી. જેમા તેણે કોઇને પણ જવાબદાર ગણાવ્યા ન હતા. કુશલની આત્મહત્યા બાદથી એવી ખબર આવી રહી હતી કે તેના અને તેની પત્નીની વચ્ચે કોઇ કારણોસર અણબનાવ ચાલી રહ્યો હતો. જ્યારે હવે તેની પત્ની ઓડ્રે ડોલહેને કુશલની મોત પર નિવેદન આપ્યું છે જેમા તેણે ઘણા ખુલાસા કર્યો છે. જાણો કે આખરે તેની પત્નીએ કુશલને લઇને કયા ખુલાસા કર્યા છે.
કુશલની પત્ની ઓડ્રે ડોલહેન કહ્યું કે અમારી વચ્ચે ઘણી સમસ્યાઓ હતી. પરંતુ અમારા લગ્ન અસફળ ન હતા. મેં ક્યારેય મારા બાળકને કુશળથી વાત કરવાથી રોક્યો ન હતો.
કુશલે તેના પરિવારને લઇને ગંભીર ન હતો. મેં તેને શંધાઇ બોલાવ્યો હતો અને જેથી અમે ત્યાં સેટલ થઇ શકીએ પરંતુ તેને ઇન્કાર કરી દીધો હતો.
તેના ખર્ચા હું ઉઠાવતી હતી. કુશલ બેદરકાર પિતા હતો. મારા પુત્રને પણ તેના પિતમાં ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગ્યો હતો. તેને તેના પુત્રના ભવિષ્યની ચિંતા ન હતી.
હું ક્રિસમસ હોલી ડે પર મારા પુત્ર સાથે ફ્રાન્સમાં હતી. ખબર નહીં તેની મોત માટે મને ગુનેગાર કેમ ગણાવવામાં આવે છે. અમારા સંબંધમાં કુશળ વિફળ હતો. કુશળની આત્મહત્યા બાદ ઘણા સ્ટારનું નિવેદન આવ્યું છે અને ઘણા લોકો દુખી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરી રાતે તેના ઘરે ગળે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
click and follow Indiaherald WhatsApp channel