મધ્ય પ્રદેશનો રાજકીય ઘટનાક્રમ છેલ્લા 24 કલાકમાં ઝડપથી બદલાયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનો રાજકીય રંગ બદલાયો છે. સિંધિયાએ કૉંગ્રેસ પાર્ટીથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ બુધવારનાં બપોરે 12 વાગ્યે બીજેપીમાં જોડાશે. સિંધિયાનાં રાજીનામા બાદ 22 કૉંગ્રેસ ધારાસભ્યોએ પણ પાર્ટીથી અંતર બનાવી લીધું છે. એક તરફ જ્યાં કમલનાથ સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે તો ત્યાં બીજેપી સરકાર બનાવવા માટે ડગલાં આગળ માંડતી જોવા મળી રહી છે.

 

આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે મધ્ય પ્રદેશથી બીજેપીનાં ધારાસભ્યોને બહાર મોકલવામાં આવી રહ્યા છે. સૂત્રો પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીનાં તમામ ધારાસભ્યોને દિલ્હી, ગુજરાત અથવા હરિયાણા શિફ્ટ કરવામાં આવશે. મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલની વચ્ચે બીજેપી ધારાસભ્યોને દિલ્હી અથવા હરિયાણા લાવવામાં આવી રહ્યા છે. બીજેપી ધારાસભ્યોને લઇને બે બસો મંગળવાર રાત્રે લગભગ 9:30 વાગ્યે રવાના થઈ. જો કે બીજેપી ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ હોળી મનાવવા જઇ રહ્યા છે.

 

એક ધારાસભ્યએ કહ્યું કે, તેઓ રાજ્યસભા ચૂંટણીને ધ્યાને રાખીને જઇ રહ્યા છે, જ્યારે બાકીનાં તમામ ધારાસભ્યો હોળી મનાવવાનાં બહાના સાથે જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કમલનાથને રાજનીતિનાં પારંગત ખેલાડી માનવામાં આવે છે, તેવામાં કોઈ દાવ ઊંધો ના પડી જાય એ વાતની શંકામાં પણ બીજેપી ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવી રહ્યા હોઈ શકે છે.

 

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે કૉંગ્રેસનાં 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ કમલનાથ પર સંકટ ઘેરાયું છે. આ આખી સ્થિતિ જ્યોતિરાદિત્ય સિંધિયાનાં રાજીનામા બાદ સામે આવી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: