સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા મોકલવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતાનાં સિંદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે ચેલમેશ્નર, જસ્ટિસ કુરિયન અને જસ્ટિસ મદન લોકુરે જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ પત્રકાર વાર્તા કરીને કેટલીક વિશેષ બેંચોને મહત્વપૂર્ણ કેસની મન ફાવે તેમ ફાળવણી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા પુનિયાએ તેને સરકાર પ્રત્યેની વફાદારીનું ઈનામ ગણાવ્યું હતું. પુનિયાએ કહ્યું કે એનડીએ સરકારનું મોટામાં મોટું હથિયાર આશરો અને વેરઝેર તેમજ નફરત છે. તેઓ ગમે તે હદે જઈ શકે છે. જે લોકો ન્યાયતંત્રને અધિકારીઓથી અલગ રાખવા માગે છે તેના માટે આ ફટકા સમાન છે.

 

પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું કે, “મારા અનુસાર, પૂર્વ CJI દ્વારા રાજ્યસભાનાં સભ્ય તરીકે નોંધણીની સ્વીકૃતિએ નિશ્ચિત રીતથી ન્યાયપાલિકાની સ્વંત્રતા પર આમ આદમીનાં વિશ્વાસને ડગમગાવી દીધો છે.” જસ્ટિસ ગોગોઈ દ્વારા પ્રેસમાં આપવામાં આવેલા નિવેદનને યાદ કરતા તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પૂર્વ સીજેઆઈએ રાજ્યસભાનાં નામાંકનને કઇ રીતે સ્વીકાર્યું.

 

કૉંગ્રેસે પૂર્વ પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈનાં રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યાનાં સંબંધમાં મંગળવારનાં આરોપ લગાવ્યો કે આ સરકારે ન્યાયપાલિકાનો આઘાત કર્યો છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, મોદી સરકારે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં કથનનું પણ ધ્યાન ના રાખ્યું જેમા તેમણે ન્યાયાધીશોની સેવાનિવૃત્તિ બાદ પદો પર નિયુક્તિનો વિરોધ કર્યો હતો.

మరింత సమాచారం తెలుసుకోండి: