નાગરિકતા સંશોધન કાયદાને લઈને હવે બોલિવૂડની અભિનેત્રીઓ સામ સામે આવી ગઈ છે. આઇટી એક્ટ હેઠળ જેલ જઇ ચૂકેલી અભિનેત્રી પાયલ રોહતગીએ જેલથી બહાર નીકળીને ફરી સોશિયલ મીડયા પર એક્ટિવ થઇ ગઇ છે. પાયલે અભિનેત્રી સ્વરા ભાસ્કર પર પ્રહાર કર્યો છે. સ્વરા ભાસ્કર સાથે સોશ્યલ મીડિયામાં વાક યુદ્ધથી ચર્ચાઓની બજાર ગરમ થઇ ગઇ છે. 

સ્વરા ભાસ્કરે નાગરિક સંશોધન કાનૂન અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો વિરોધ કર્યો છે. તે દિલ્હીમાં આ મામલે વિરોધ કરી રહેલા લોકોના સમર્થનમાં પણ બહાર આવી હતી. સ્વરા ભાસ્કરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર બહુ પ્રચલિત થઇ રહ્યો છે. જેમાં સ્વરા કહી રહી છે કે તેમની પાસે ન તો બર્થ સર્ટિફિકેટ છે, ન પાસપોર્ટ જે પછી સ્વરાને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવી છે.

પાયલ રોહતગી સ્વરા ભાસ્કરના આ વીડિયો પર ટ્વિટ કરીને લખ્યું છે કે – રામ રામજી, મજા આવી જાય તો આનું નામ એનઆરસીમાં ના હોય,  લાગે છે કે તે પોતાના પરિવારથી છૂટી પડી ગઇ છે. રોહિંગ્યા લાગે છે…કદાચ ડરી ગઇ છે. કારણ કે તેની પાસે ન ડિગ્રી છે ન કોઇ પ્રોપર્ટી, નિકાળો તેને…જો કે સ્વરા ભાસ્કરના આ વીડિયો પર પાયલ જ નહીં સોશિયલ મીડિયામાં બીજા પણ અનેક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે સ્વરાનો વોટિંગ બાદનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાયલે સોશિયલ મીડિયા પર ગાંધી-નેહરુ પરિવાર પર આપત્તિજનક પોસ્ટ કરી હતી જેના કારણે તેની રાજસ્થાન પોલીસ અટક કરી હતી. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધી પાયલને ન્યાયિક હિરાસતમાં મોકલી હતી. ત્યાર બાદ અભિનેત્રીને જામીન મળી ગયા હતાં.

మరింత సమాచారం తెలుసుకోండి: