સાઉથના ફિલ્મોમાથી આવેલી અભિનેત્રીને આજે હિન્દી સિનેમાના ચાહકકો પણ આળખવા લાગ્યા છે. કાજલ અગ્ગરવાલ એવી પહેલી દક્ષિણ ભારતીય અભિનેત્રી છે જેનું પૂતળું મેડમ તુસ્સાદના વેક્સ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું હોય. કાજલ અગ્ગરવાલે એક ઇન્ટરવ્યુમાં પોતાના વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે હું સિનેજગતમાં આવી ત્યારે ૨૦૦૪માં સૌથી પહેલી ફિલ્મ ક્યું હો ગયા ના! હિન્દી ફિલ્મ હતી. એ ફિલ્મ પિટાઈ ગઈ અને એ પછી મને કોઈ ભૂમિકા ઓફર જ થતી નહોતી. એવામાં દક્ષિણની બે ફિલ્મ લક્ષ્મી કલ્યાણમ અને ચંદામામા મળી ગઈ. મેં બંને સ્વીકારી લીધી.
રાહિત શેટ્ટી સરે મને સિંઘમમાં હિરોઈન તરીકે ચમકાવી તો ફરી આશા બંધાઈ કે હવે મને હિન્દી ફિલ્મો મળવા લાગશે, પણ બે વર્ષ કોઈ હિન્દી ફિલ્મ ન મળી. એ પછી સ્પેશિયલ ૨૬ની ઓફર મળી તો મેં એ પણ સ્વીકારી લીધી. હાલ મુંબઈ સાગા નામની એક ફિલ્મ કરી રહી છું. કદાચ આ વર્ષે રિલીઝ થશે. એ પહેલાં કમલ સરની આ ફિલ્મ ઈન્ડિયનમાં હિરોઈનની ભૂમિકાથી હું હિન્દી પ્રેક્ષકોમાં જાણીતી બનીશ. જોકે હવે તમિળ-તેલુગુ ફિલ્મો હિન્દીમાં ડબિંગ થઈને રજૂ થવા લાગી છે એટલે હિન્દી પ્રેક્ષકો મને ઓળખી જ ચૂક્યા છે.
કાજલને જ્યારે તેના ભાવી પતિ વિશે પુછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે એમ તો ઘણીબધી બાબતો હોવી જરૂરી હશે, પરંતુ સૌથી મહત્ત્વની ત્રણ વાત છે, એ મારા માટે ખૂબ પઝેસિવ હોવો જોઈએ, મારી સતત દરકાર કરે એવો હોવો જોઈએ અને આધ્યાત્મિક હોવો જોઈએ.
click and follow Indiaherald WhatsApp channel