ગુજરાત પોલીસ લોકડાઉનના ચુસ્ત પાલન વચ્ચે સોશિયલ મીડિયામાં પર પણ ચાંપતી નજર રાખી રહી છે. અને સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કે ભડકાઉ મેસેજ અથવા અફવા ફેલાવનાર શખ્સો સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારથી ગુજરાત પોલીસે સોશિયલ મીડિયામાં ફેક અને નફરત ફેલાવવા બદલ 194 કેસો નોંધીને 368 લોકોની ધરપકડ કરી છે.                     

 

સાત એપ્રિલે ઈરફાન સુરતી નામના શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. ફેસબૂક પર નફરત ફેલાવવા બદલ પોલીસે આ કાર્યવાહી કરી હતી. તો અમદાવાદમાં રાજેશ સારંગની ધરપકડ કરવામાં આવી હતી. ફક્ત શહેરોમાં જ આ પ્રકારના ગુના દાખલ નથી થઈ રહ્યા. ગામડાઓમાં પણ આ પ્રકારના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આણંદના સોજીત્રામાં પોલીસે હાર્દિક દલવાડી નામના શખ્સની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયામાં ભડકાઉ મેસેજ નાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.                                       

 

પોલીસ સરકારની પોલિસીઓની આકરી ટીકાઓ કરનાર અને લીડર્સ સામે અપશબ્દોનો ઉપયોગ કરનાર સામે પણ આકરાં પગલાં ભરી રહી છે. કચ્છના ભિરાન્દીઆરા ગામમાં પણ સીએએ અને કોરોના વાયરસ મહામારીને લઈ આપત્તિજનક પોસ્ટ કરનાર યુવકની પોલીસે 153A, 295A, 505(1)B સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો હતો.

మరింత సమాచారం తెలుసుకోండి: