રૈપર બાદશાહનો પંજાબના લુધિયાણામાં અકસ્માત થયો હતો. બાદશાહનો અકસ્માત નેશનલ હાઈવે 1 પર સરહિંદ તથા મંડી ગોબિંદગઢની વચ્ચે થયો હતો. જોકે, આ અકસ્માતમાં બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી. બાદશાહ શૂટિંગ માટે જતો હતો અને ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં તેને કોઇ ઇજા થઇ ન હતી.
મળતી માહિતી મુજબ એક ટેન્કર જ્યારે આર્મી ટ્રક સાથે અથડાયું ત્યારે પાછળથી આવતા 50થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયાં હતાં. આ અકસ્માતમાં બાદશાહની કાર પણ ડેમેજ થઈ હતી. જોકે, એરબેગ્સ ખુલી જવાને કારણે બાદશાહને કોઈ ઈજા થઈ નહોતી. હાલમાં બાદશાહ પંજાબમાં એમી વિર્ક સાથે શૂટિંગ કરી રહ્યો છે.
રાજપુરા-સરહિંદ બાઈપાસ પર પુલનું કામ ચાલે છે, જેને કારણે રસ્તા પર કેટલાંક સ્લેબ મૂકવામાં આવ્યા હતાં. સ્લેબને કારણે અકસ્માત સર્જાયો હતો. અંધારું હોવાને કારણે અને કોઈ સાઈનબોર્ડ ના હોવાથી ડ્રાઈવરને ધુમ્મસમાં સ્પષ્ટ દેખાયું નહી અને તેણે અજાણતા જ કારને સ્લેબ પર ચઢાવી દીધી હતી, જેને કારણે બોનેટ ખુલી ગયું અને કાર ખરાબ રીતે ડેમેજ થઈ હતી. અકસ્માત બાદ બાદશાહ બીજી કારમાં શૂટિંગ માટે રવાના થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ધુમ્મસને કારણે 50થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતાં અને કારણે કેટલાંક લોકોને સામાન્ય ઈજા થઈ હતી. ઘાયલોને ફતેહગઢ સાહિબ તથા મંડી ગોબિંદગઢની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
click and follow Indiaherald WhatsApp channel