કેરળમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 53 કેસોની પુષ્ટી થઈ ચુકી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ અંગેની માહિતી આપી હતી. કેરળમાં હવે સંક્રમણના 12 કેસ સામે આવી ચુક્યા છે. વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર મંગળવારે સવારે ઈરાનથી 58 ભારતીય નાગરિકોના પહેલા ગ્રુપને લઈને ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગયું છે. વિમાન સોમવારે રવાના થયું હતું. મળતી માહિતી પ્રમાણે, ઈરાનમાં લગભગ બે હજાર ભારતીય રહ્યા છે. ત્રણ દિવસ પહેલા ઈરાનની મહાન એરલાઈન ત્યાંથી 300 ભારતીયોના સેમ્પલ ભારત લાવી હતી. 

 

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સોમવારે કહ્યું હતું કે, માસ્ક અને સેનેટાઈઝર અંગે અફવાઓ ફેલાવાઈ રહી છે. દરેકને માસ્ક લગાવાની જરૂર નથી. માત્ર જે અસ્વસ્થ છે, એવા લોકોએ જ માસ્ક પહેરવું જરૂરી છે જેથી કોઈ બીજાને ઈન્ફેક્શન ન લાગે. કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, અત્યાર સુધી દેશમાં કોરોના વાઈરસથી કોઈનું મોત થયું નથી. પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં જે શંકાસ્પદનું મોત થયું,એ લોકોના સેમ્પલ પણ તપાસમાં નેગેટિવ આવ્યા હતા.

 

હર્ષવર્ધને કહ્યું અમે દિલ્હી સરકારને કહ્યું કે જો સંક્રમણના કેસ વધશે તો આઈસોલેશન વોર્ડ બનાવવા સિવાય ડોક્ટરોની ઉપલબ્ધતા વધારવા, દર્દીઓને અલગ અલગ રાખવાની સાથે સાથે અન્ય સાવધાની પણ રાખવી પડશે.  છેલ્લા ત્રણ દિવસોમાં 31 લેબ બનાવાઈ છે. સ્થિતિ પર નિયંત્રણના દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યા છે. અત્યાર સુધી 43 કેસ સામે આવ્યા છે, જેમાંથી 3 સ્વસ્થ થઈ ગયા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: