ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ત્યારબાદ સતત ફેલાઈ રહેલી અફવાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ચોંકાવનારું ટ્વિટ કર્યું છે કે તેઓ સોશિયલ મીડિયાને છોડી શકે છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, ‘આ રવિરવાર, ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ.’ તેમણે પોતાના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી છે. 

 

પીએમ મોદીની રાજકીય સફળતામાં સોશિયલ મીડિયાને એક મોટો શ્રેય આપવામાં આવે છે. ગુજરાતનાં સીએમથી દેશનાં પીએમ સુધીની સફર જે ઝડપથી વધી તે માટે રાજકીય પંડિતો સોશિયલ મીડિયા પર તેમની સક્રિયતાને ઘણી જ મહત્વની માને છે. ગુજરાતનાં સીએમ તરીકે જ તેઓ સોશિયલ મીડિયા પર ઘણા જ લોકપ્રિય થઈ ગયા હતા. યુવાઓ વચ્ચે તેમની ઓળખ પણ સોશિયલ મીડિયાનાં કારણે બની. 

 

આ લોકસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે રાફેલ ડીલમાં સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવીને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો તો તેના જવાબમાં મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ નારો આપ્યો. વોટીંગ પહેલા મોદી સરકારના દરેક મંત્રીઓ અને પ્રમુખ ભાજપના નેતાઓએ તેમના ટ્વિટર હેન્ડલ આગળ ચોકીદાર શબ્દ જોડી નાખ્યો. ભાજપે લોકોને પણ આવું જ કરવાની અપીલ કરી. તેનો ભાજપને પણ ફાયદો મળ્યો. એક અનુમાન પ્રમાણે ભાજપે આ ચૂંટણીમાં 20 કરોડ રૂપિયા માત્ર ડિજીટલ પ્લેટફોર્મ પર પ્રચારમાં ખર્ચ કર્યા. આ ચૂંટણીમાં ગુગલ અને યુટ્યુબ પર રાજકીય પાર્ટીઓએ લગભગ 27 કરોડ રૂપિયાની જાહેરાતો આપી હતી. તેમાં 60 ટકાથી વધારે જાહેરખબર ભાજપે આપી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: