રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યસ બેન્કને પુનઃ બેઠી કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યોજનાને અંતિમ ઓપ આપી દીધો છે. લિક્વિડિટીના પ્રશ્નોના સર્જાય તે હેતુસર માત્ર મૂડીકીય યોજનાઓ જ નહીં પરંતુ ફંડિંગ લાઇનને પણ અંતિમ ઓપ અપાઇ ચૂક્યો છે. ઘડી કાઢવામાં આવેલી યોજના પ્રમાણે રિઝર્વ બેન્ક ટૂંકસમયમાં એસબીઆઇ અને અન્ય બેન્ક્સ તરફથી વ્યક્ત થયેલી સહયોગી ભૂમિકાની વચનબદ્ધતાને જાહેર કરશે. આ જાહેરાત પછીના ૨૪ કલાકમાં જ વિવિધ નાણાકીય સંસ્થાઓ યસ બેન્કના ઇક્વિટી બેઝમાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ પૂરું પાડશે.
ત્રીજા દિવસે જાહેર ક્ષેત્રની બેન્ક્સ યસ બેન્ક ડિપોઝિટના સર્ટિફિકેટમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડ જેટલું રોકાણ કરશે. રોકાણકર્તા બેન્ક્સ દ્વારા લીલીઝંડી મળતાં જ ગમે ત્યારે આ યોજનાની જાહેરાત થઇ શકે છે. એસબીઆઇ, એચડીએફસી, કોટક બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક યસ બેન્કની ઇક્વિટીમાં રોકાણ કરવા પ્રતિબદ્ધતા દાખવી ચૂક્યા છે. તેમ થતાં બેન્કની ક્રેડિટ વર્ધીનેસ વધશે અને અન્ય બેન્કસ માટે ધિરાણ આપવું સરળ બની રહેશે. કેટલીક મોટી બેન્ક્સ યસ બેન્કની ડિપોઝિટના સર્ટિફિકેટમાં રોકાણ કરી શકે છે.
રીઝર્વ બેન્કની આ યોજનાની જાહેરાત થાય તે પહેલાં જ રીઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના વહીવટદાર તરીકે નિમણુક પામેલા પ્રશાંત કુમારે જણાવ્યું હતું કેટલાક બોન્ડ હોલ્ડર્સ રિઝર્વ બેન્કની આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તે બોન્ડ હોલ્ડર સાથે વાટાઘાટો ચાલુ છે અને વાટાઘાટોને અંતે બેન્ક રિસ્ટ્રક્ચરિંગનો માર્ગ મોકળો થશે.
click and follow Indiaherald WhatsApp channel