નાગરિકતા સંસોધન કાનુન (CAA)નો સતત વિરોધ કરી રહેલા બોલિવૂડ એક્ટર જીશાન અય્યુબે એક નવા જ પ્રકારની વાત કરી છેકે જે લોકો CAAનો વિરોધ કરશે એની સાથે નવું વર્ષ ઉજવશે. જીશાન અય્યુબે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આવી માહિતી આપી છે. તેણે ખુલ્લે આમ કહ્યું છે કે નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરતા લોકો સાથે તે નવું વર્ષ ઉજવશે. આ સ્ટેટમેન્ટથી CAAની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. 

જીશાને 1 જાન્યુઆરીનો આખો દિવસ જામિયા અને શાહીન બાગમાં CAAનો વિરોધ કરતા વિરોધીઓ સાથે પસાર કરવાનું નક્કી કર્યું છે. રઈસ, તનુ વેડ્સ મનુ રીટર્ન, જન્ન્ત અને ટ્યુબલાઇટ જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જીશાને દિલ્હીના લોકોને સંદેશ આપતાં કહ્યું છે કે, ‘દિલ્હીના મિત્રો, નવું વર્ષ શાહીન બાગમાં કેમ ઉજવવામાં ન આવે, હું ત્યાં જ રહીશ. તમે લોકો પણ આવજો.

જીશાન અય્યુબે દિલ્હી યુનિવર્સિટીના કિરોડીમલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. આ અગાઉ તેઓ નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા માટે દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે સરકારને વિદ્યાર્થી, વાચકો, પુસ્તકો અને પુસ્તકાલયથી નફરત છે. જીશાન પહેલા ફરહાન અખ્તર અને જાવેદ જાફરીએ નાગરિકતા સુધારા કાયદાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અભિનેતા અને ટીવી પર ક્રાઈમ શો એન્કર કરનાર સુશાંતસિંહે પણ આ એક્ટનો વિરોધ કર્યો હતો.

మరింత సమాచారం తెలుసుకోండి: