વડા પ્રધાન મોદીએ 9 વાગ્યે ને નવ મિનિટે દીપ પ્રગટવાની અપીલને સમગ્ર ગુજરાતીઓએ વધાવી લીધી હતી. 9 વાગ્યા પહેલાં જ લોકોએ પોતાની ઘરની લાઈટ બંધ કરીને હાથમાં દીવા અને ટોર્ચ સહિત લઈને ઉમટી પડ્યા હતા. આ સમય દરમિયાન લોકોએ ભારત માતાની જયનાં નારા પણ લગાવ્યા હતા. તો અનેક લોકોએ ફટાકડાં ફોડ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ લોકોએ લાઈટ બંધ કરી દીપ પ્રાગટ્ય કર્યું હતું. સીએમ રૂપાણીએ પણ ઘરે દીપ પ્રગટાવ્યા હતા.
આ વખતે પણ હીરાબાએ પીએમ મોદીની અપીલ પર ઘરની બહાર હાથમાં થાળી લઈને દીપ પ્રગટાવ્યો હતો.
દીપ પ્રગટાવા અને લાઈટ બંધ કરવા સુધી તો ઠીક હતું. અને થાળી વગાડવાની જેમ આ વખતે પણ લોકોનો ઉત્સાહ વધારે પડતો હતો. લોકો ફટાડકાં ફોડવા લાગ્યા હતા. ધાબા પર જઈને આતશબાજી કરી હતી. તો લોકોએ ભારત માતાની જય, વંદે માતરમના નારાં પણ લગાવ્યા હતા.
click and follow Indiaherald WhatsApp channel