સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સોમવારે સવારે સુસાઈડ નોટ લખીને પોતાની માતાને એક વોટ્સઅપમાં વોઈસ મેસેજ કરીને ફાસીના ફંદે લટકી ગઈ. પતિના અત્યાચાર અને ઘરમાં વધતા ક્લેશના કારણે વધુ એક કલાકારે પોતાના જીવનનો ભોગ આપ્યો છે.
ખબર મળી છે કે, સુષ્મિતા પોતાના પતિ પ્રત્યેથી મળતા ત્રાસથી કંટાળી ગઈ હતી. આ બધાથી કંટાળવાના કારણે તેણે આવી દર્દનાક ઘટનાને અંજામ આપ્યો છે. સુષ્મિતાના લગ્ન શરત કુમાર સાથે થયા હતા. જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. અન્નપુર્ણેશ્વરી નગર પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હાલમાં આ આરોપી ફરાર છે અને પોલીસ તેની તપાસમાં લાગેલી છે.
સુષ્મિતાએ આત્મહત્યા કરતાં પહેલા તેની માતાને એક મેસેજ કર્યો હતો. જેમાં તે બોલે છે કે, તેને (તેના પતિને) છોડતા નહીં. મને હેરાન ન કરવા માટે મેં તેને ખુબ વિનંતી કરી.
તેના મેસેજમાં સુષ્મિતાએ તેના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘મેં આ વિશે કોઈને કહ્યું નથી. મારા પતિએ મને એક પણ શબ્દ બોલવાની મંજૂરી આપી નહીં. તે હંમેશાં મારી સામે ચીસો પાડતો, અને મને ઘરની બહાર કાઢી નાખવાનું કહેતો. મારે તેના ઘરમાં મરવું પણ નથી. મારે મારી જગ્યાએ મારી જિંદગી પૂરી કરવી છે.
તેના પરિવાર વિશે સુષ્મિતાએ કહ્યું, ‘અમ્મા, હું તમને ખૂબ યાદ કરું છું. હું જાણું છું કે મારો નાનો ભાઈ સચિન તમારી સંભાળ રાખી શકે છે. મને મારા મૂળ સ્થાને લઈ જઈને મારા અંતિમ સંસ્કાર કરજો. મારો ભાઈ સચિન મારા અંતિમ સંસ્કાર કરવો જોઈએ. પોલીસ હાલમાં સુસ્મિતાના પતિ શરતની તપાસમાં લાગેલી છે.
click and follow Indiaherald WhatsApp channel