પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની યાત્રા પર શનિવારનાં કોલકાતા પહોંચી ગયા છે. આ દરમિયાન પીએમ મોદી કોલકાતા બંદર ટ્રસ્ટનાં સમારંભમાં ભાગ લેશે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ મુલાકાત કરશે. આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોદી કોલકાતા બંદર ટ્રસ્ટની 150મી વર્ષગાંઠનાં અવસર પર આયોજિત સમારંભમાં સામેલ થશે અને શનિવાર સાંજે રાજ ભવન ખાતે મમતા બેનર્જીની સાથે મુલાકાત કરશે.

મોદીના કાર્યક્રમોની વાત કરીએ તો રાજ્ય  સચિવાલયનાં એક અધિકારીએ આ જાણકારી આપી છેકે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર સાંજે લગભગ 4 વાગ્યે બંને નેતાઓની વચ્ચે બેઠક થશે. મોદી એરપોર્ટથી શહેરનાં મધ્ય વ્યાપારિક જિલ્લામાં બીબીડી બાગ ક્ષેત્રનાં ઐતિહાસિક કરન્સી બિલ્ડિંગ જશે, જ્યાં તેઓ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયનાં નિવેદન અનુસાર શનિવારનાં પ્રધાનમંત્રી કોલકાતામાં 4 ધરોહર બિલ્ડિંગો દેશને સમર્પિત કરશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહેરનાં આ બિલ્ડિંગોમાં જૂનુ કરન્સી બિલ્ડિંગ, વેલ્વેદેર હાઉસ, મેટફૉક હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. સંસ્કૃતિ મંત્રાલયે આનું રિનોવેશન તેમજ સજાવવાનું કામ કર્યું છે. મોદી રવિવારનાં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ કોલાકાત પોર્ટ ટ્રસ્ટનાં વર્તમાન તેમજ સેવાનિવૃત્ત કર્મચારીઓનાં પેન્શન ફંડમાં ઉણપને પૂર્ણ કરવા માટે અંતિમ ચુકવણી તરીકે 501 કરોડ રૂપિયાનો ચેક આપશે.

మరింత సమాచారం తెలుసుకోండి: