કોરોના વાયરસને લઈને આજે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ એન્ટી બોડી અને કોરોના વાયરસના હુમલાને લઈને મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ વાયરસ કોઈ સ્વસ્થ્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તો સ્વસ્થ્ય શરીર તેની સામે લડવા માટે એંટી-બોડી તૈયાર કરે છે.
તેમને જણાવ્યું હતું કે, જો તમારૂ શરીર એંટી-બોડી તૈયાર પણ કરી લે તો તેનો અર્થ એ નથ્હી કે, આગળ જઈને ફરી ક્યારેય કોરોનાનો હુમલો થયો તો તે એન્ટિ-બોડીથી તેને મ્હાત આપશે જ. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ વાયરસ વિરૂદ્ધ જો કોઈ એન્ટિ-બોડી તૈયાર થાય છે તો તેનો અર્થ એ નથી કે, તે વાયરસ ક્યારે પણ હુમલો કરશે તો તે તેને પરાસ્ત કરી જ દેશે. એટલે કે એન્ટિ-બોડી સારી જણાઈ આવે તો પણ તે કહી ના શકાય તમે કોરોના વાયરસથી સંક્રમિત નહીં જ થાવ.
ICMRના પ્રતિનિધિએ જણાવ્યું હ્તું કે, દેશમાં 5 લાખ રેપિડ ટેસ્ટિંગ કિટ આવ્યા છે. બે પ્રકારના રેપિડ ટેસ્ટ કિટ આવ્યા છે. બંને મળીને 5 લાખ છે. લ્યૂજોન અને વોલફ્લોના કિટ્સ છે. બંને કિટ્સનીએ સેંસેટિવિટી 80 ટકાથી વધારે છે.
click and follow Indiaherald WhatsApp channel