કોરોનાનો સામનો કરવા માટે ભારતનાં પીએમ મોદીએ પહેલ કરીને સાર્ક દેશોનાં વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. મોદીએ કોવિડ-19 માટે ઈમરજન્સી ફંડ રચવાની દરખાસ્ત કરી હતી અને ભારત દ્વારા આ ફંડમાં 1 કરોડ ડૉલર આપવાની જાહેરાત કરી હતી. સાર્ક દેશોને મેડિકલ અને લોજિસ્ટિક સહાયની પણ ઓફર કરી હતી.

 

મોદીએ શનિવારે કોરોના પરની ચર્ચાને તંદુરસ્ત પૃથ્વી માટે સમયસરનાં પગલાં ગણાવતી ટ્વિટ કરી હતી.સાર્ક દેશોને સંયુક્ત રણનીતિ ઘડીને તેનાં પર સઘન દેખરેખ રાખવા સૂચન કર્યું હતું જે માટે તમામ દેશોએ સંમતિ દર્શાવી હતી. કોરોના સામે લડવા સાર્ક દેશોને મેડિકલ રિસ્પોન્સ ટીમ રચવા તાલિમ આપવા તૈયારી દર્શાવી હતી. પડોશી દેશોનાં સહયોગને તેમણે વિશ્વ માટે ઉદાહરણરૂપ ગણાવ્યું હતું.

 

મોદી મોદીએ કહ્યું કે, આખા વિશ્વમાં કોરોના વાઈરસે કેર વર્તાવ્યો છે અને 5839 લોકોનાં મોત થયા છે ત્યારે કોરોનાનો સામનો કરવા તૈયાર રહેવા પણ ગભરાટ નહીં રાખવા અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે, કોવિડ -19ને મહામારી જાહેર કરવામાં આવી છે. આપણા વિસ્તારમાં અંદાજે 150થી વધુ કેસ સામે આવ્યા છે ત્યારે આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે. અમે કોરોનાગ્રસ્ત દેશોમાંથી 1400 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢયા છે. પડોશી દેશોનાં કેટલાક નાગરિકોને પણ સલામત તેમનાં દેશ સુધી લાવવા મદદ કરી છે. આપણે પડકારનો સામનો કરી રહ્યા છીએ. આ વાઈરસ ફેલાવા અંગે હું આપને ભારતનો અનુભવ જણાવવા માગું છુ. તૈયાર રહો પણ ગભરાઓ નહીં. મહામારી અંગે આક્રમક પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. આ અમારા માર્ગદર્શનનો મંત્ર છે. ઘણા ઓછા સમયમાં ચર્ચામાં સામેલ થવા માટે હું આપ સૌનો આભાર માનું છું. ખાસ કરીને સર્જરી પછી તરત ચર્ચામાં જોડાવા માટે હું પીએમ ઓલીનો આભારી છું.

 

మరింత సమాచారం తెలుసుకోండి: