ઋષિ કપૂરના નિધન બાદ પ્રથમ વખત તેમની પત્ની નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે. નીતુએ ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાના હૃદયનું વર્ણન કરતી વખતે બધાને ભાવુક કર્યા છે.
થોડાક જ સમય પહેલા નીતૂ કપૂરે ઋષિ કપૂરની એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે,“આપણી કહાનીનો અંત”. આ સાથે જ નીતૂ કપૂરે પણ દિલવાળો ઇમોજી બનાવ્યો છે. નીતૂની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તેમને દિલાસો આપી રહ્યા છે તેમજ ઋષિ કપૂરની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલે મુંબઇની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થઇ ગયુ હતું. ઋષિ કપૂર ખુબ જ લાંબા સમયથી કેન્સરની સારવાર કરાવી રહ્યા હતાં. 67 વર્ષની ઉંમરમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહી દીધુ. ઋષિ કપૂરનો જન્મ 4 સપ્ટેમ્બર 1952માં થયો હતો. ઋષિ કપૂર એક ભારતીય ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતાં.
ઋષિ કપૂરના નિધનની જાણકારી સૌથી પહેલા અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં આપી હતી. તેમણે જણાવ્યું કે, ઋષિ કપૂર આ દુનિયાને છોડી ચાલ્યા ગયા છે. આ સાથે જ તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, તેઓ તૂટી ચૂક્યા છે ત્યાં જ તેમના મોટા ભાઇ રણધીર કપૂરે જણાવ્યું હતું કે, અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
click and follow Indiaherald WhatsApp channel