આજકાલ સોશ્યલ મીડિયાથી લોકો એકબીજાની પાસે આવવાને બદલે દુર પણ જતા રહે છે તો આજે એક કીસ્સો એવો આવ્યો છે જેમાં વીડિયો કોલથી કપલે મેરેજ કર્યા છે જી હા! વીડિયો કોલમાં લગ્ન કર્યા હોય તેવા સમાચાર તો આવતા રહે છે, પણ કેરળના દુલ્હાએ તો વીડિયો કોલમાં જ તેની પત્ની એટલે કે ફોનને મંગળસૂત્ર પહેરાવ્યું હતું.
લોકડાઉનને લીધે કેરળના કોટ્ટયમ શહેરના દુલ્હા શ્રીનાથ અને ઉત્તર પ્રદેશના લખનૌ શહેરની દુલ્હન અંજનાએ વીડિયો કોલ પર જ લગ્નની બધી વિધિ કરી. આ કપલને પંડિતે કહ્યું હતું કે, જો નક્કી કરેલી લગ્નની તારીખે લગ્ન નહિ થાય તો તેના પછી ડાયરેક્ટ 2 વર્ષ પછી જ સારું મૂહુર્ત આવશે.
દુલ્હન અંજનાએ મીડિયાને કહ્યું કે, અમે 18 એપ્રિલની પ્લેનની ટિકિટ બુક કરી હતી, પણ લોકડાઉનને લીધે હાલ પ્લેનની સર્વિસ બંધ છે. અમારા બંનેમાંથી કોઈ પરિવારને આ શુભ દિવસ વ્યર્થ નહોતો જવા દેવો આથી અમે નક્કી કરેલી તારીખે જ વીડિયો કોલ પર લગ્ન કર્યા.
યુવાન બેંકમાં જોબ કરે છે, જ્યારે અંજના સોફ્ટવેર એન્જિનિયર છે. લોકડાઉન પૂરું થયા બાદ આ કપલ મિત્રો અને સંબંધીઓને રિસેપ્શન પાર્ટી આપશે.
click and follow Indiaherald WhatsApp channel