ગુજરાતમાં છેલ્લા 4 દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસોમાં આગામી 3 કે 4 દિવસમાં વધારો કે ઘટાડો થાય છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. આ માટે રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ ઉપરાંત દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી રોજે રોજના રિપોર્ટ લેવામાં આવે છે. જેના આધારે નિર્ણય લેવાશે. 

 

ગુજરાતમાં લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રની ગાઇડ લાઈન મુજબ ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં આગામી 3 થી4 દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા અને એરિયાના આધારે લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ સહિત ગૃહ વિભાગ અને દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે.

 

ગુજરાતના સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરી વધારી શકે છે જ્યારે એ સિવાયના વિસ્તારમાં અંશતઃ લોકડાઉન ખોલવામાં આવી શકે. આ વિકલ્પ મુજબ જ્યાં જ્યાં લોકડાઉન અંશતઃ ખુલે ત્યાંના લોકો એ જ વિસ્તારમાં રહે અને બીજા વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવવામાં આવે. 

 

આ ઉપરાંત બીજા ઉકેલ માં એવું પણ કરી શકે છે કે, જે જિલ્લામાં છેલ્લા 14 દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી ત્યાં લોકડાઉન અંશતઃ ખોલવામાં આવે, એટલે સરકાર લોકડાઉન મામલે જિલ્લા મુજબ કે હોટસ્પોટ વિસ્તાર મુજબ લોકડાઉન વધારવુ કે ખોલવું તે અંગે નિર્ણય લઈ શકે છે.

మరింత సమాచారం తెలుసుకోండి: