બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠીયાવાડી ખુબજ ચર્ચામાં છે. સંજય લીલા ભણસાળીના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મના 2 પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. ફિલ્મને લઈને પ્રશંસકો ભારે ઉત્સાહમાં છે. હવે આ ફિલ્મના સેટ પરથી સમાચાર મળી રહ્યા છેકે આલિયા ભટ્ટ ફિલ્મના શુટિંગ દરમ્યાન અકસ્માતનો ભોગ બની છે. 

ફિલ્મનું પાત્ર ગંગુબાઈ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેતા હતા. માટે તેમને ગંગુબાઈ કાઠીયાવાડી કહેવામાં આવતા હતાં. તેમનું સાચું નામ ગંગા હરજીભાઈ કાઠીયાવાડી હતું. ગંગાને 16 વર્ષની ઉંમરે તેના પિતાના અકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઈ ગયો હતો. અને તે છોકરા સાથે ભાગીને મુંબઈ ચાલી ગયા હતા.

ફિલ્મનું કામ શરૂ થઈ ચુક્યુ છે આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે આલિયા ભટ્ટને પીઠના ભાગે લાગ્યુ છે અને હાલ તેને આરામ કરવાની નોબત આવી છે. એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટને પીઠના ભાગે ઇજા પહોંચી છે અને તે ઘરે રહીને આરામ કરી રહી છે. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર ગંગૂબાઈનું પોસ્ટર શેર કર્યુ હતુ. આલિયાની ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર સાથે નજર આવશે. આ પહેલી વખત જોડી સાથે ચમકશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી સામે આવી હતી.  
વાત કરીએ ફિલ્મની તો અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ રણબીર કપૂરને એક અલગ જ અંદાજમાં દર્શાવવાની છે. ફિલ્મની કહાની અંગે વધારે જાણકારી આપવામાં આવી નથી. ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવી રહ્યા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: