હાલમાં જ મરાઠી ફિલ્મ ‘AB આણિ CD’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પોસ્ટરમાં અમિતાભ બચ્ચન તથા વિક્રમ ગોખલે હતાં. મરાઠી ફિલ્મ્સનું બજેટ વધુ હોતું નથી અને આ વાતને ધ્યાનમાં લઈને અમિતાભે ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના પર્સનલ વોડ્રોબમાંથી કપડાં પહેર્યાં હતાં. બિગ બી માનતા હતાં કે આનાથી બજેટ પર એકસ્ટ્રા લોડ પડશે નહીં.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાની કેરિયરના એ પડાવ પર છે જ્યાં તેઓ ઇચ્છે તેવા નખરા પાવર કરી શકે, પણ નહીં મહાનાયક માત્ર નામના જ મહાનાયક નથી પણ ખરેખર મહાનાયક છે. અમિતાભે ફિલ્મ ક્ષેત્રે પાંચ દશકાથી વધારે સમય આપ્યો છે દર્શકોને હંમેશા એવુ આપે છે જેનાથી તેમના પ્રશંસકો વધતા જ જાય છે. આ જ રીતે મહાનાયક હાલમાં એક મરાઠી ફિલ્મ કરી રહ્યા છે. મહાનાયકની આ પહેલી મરાઠી ફિલ્મ છે. એબી આણી સીડી ફિલ્મમાં અભિનેતા વિક્રમ ગોખલે સાથે કામ કરી રહ્યા છે.
ફિલ્મના પ્રોડ્યૂસર અક્ષય બરદાપુરકરે આ વાતનો ખુલાસો કર્યો હતો. અક્ષયે કહ્યું હતું કે જ્યારે તેમણે બિગ બીને પૂછ્યું કે તેમના આઉટફિટ માટે ડિઝાઈનર ક્યારે માપ લેવા માટે આવે? તો અમિતાભે કહ્યું હતું કે તમે ચિંતા ના કરો. તે પોતાના કપડાં લઈને આવશે. શૂટિંગના પહેલાં દિવસે અમિતાભ 20 જોડી કપડાં વેનિટી વેનમાં લઈને આવ્યા હતાં. તેમણે ટીમને કહ્યું હતું કે આમાંથી શૂટિંગ માટે જે યોગ્ય લાગે તેની પસંદગી કરી લો.
click and follow Indiaherald WhatsApp channel