દેશમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે ઇન્ડિયન નેવીને કમ સે કમ 20થી વધુ જવાનોને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ તમામને મુંબઇ સ્થિત નેવીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઇન્ડિયન નેવીમાં કોરોના સંક્રમણની વાત પહેલી વખત સામે આવી છે જ્યારે ઇન્ડિયન આર્મીમાં કોરોનાના કેસ પહેલાં પણ સામે આવી ચૂકયા છે. 

 

મળતી માહિતી મુજબ ઇન્ડિયન નેવીના જે જવાન કોરોના પોઝિટીવ આવ્યા છે તેમને મુંબઇમાં આવેલી નેવીની હોસ્પિટલ આઇએનએચએસમાં ક્વારેન્ટાઇનમાં રખાયા છે. જો કે આ બધાની વચ્ચે એ વાતની પુષ્ટિ થવાની બાકી છે કે નેવી શિપ પર તૈનાત કોઇ જવાન કે ઓફિસરમાં તો કોરોના સંક્રમણ નથી.

 

આર્મી ચીફ જનરલ એમએમ નરવણે એ માહિતી આપી હતી કે આર્મીમાં કુલ મળીને કોરોના સંક્રમણના 8 કેસ જોવા મળ્યા છે. જેમાં બે ડૉકટર અને એક નર્સ પણ સામેલ છે. અમારા જવાન કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી તેમને યુનિટમાં પાછા લઇ જવામાં આવી રહ્યા છે. અમે તેમના માટે એક બેંગલુરૂથી જમ્મુ અને બીજી બેંગલુરૂથી ગુવાહાટી બે સ્પેશ્યલ ટ્રેનો નક્કી કરી છે.

మరింత సమాచారం తెలుసుకోండి: