ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવનાં વધુ 347 કેસો નોંધાયા છે. તો એક દિવસમાં કોરોનાને કારણે કુલ 20 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે આજના દિવસે 235 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસો 8543 થયા છે. તો રાજ્યમાં કુલ મોતનો આંક 513 થયો છે. તો રાજ્યમાં ડિસ્ચાર્જ કેસોનો કુલ આંક 2780 થયો છે.

 

ગુજરાતમાં કોરોનાનાં કુલ પોઝિટિવનો આંક 8542 થયો છે. જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર છે. તો 5218 લોકો સ્ટેબલ છે. જ્યારે કુલ 2780 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને મોતનો કુલ આંક 513 થયો છે. આજે નોંધાયેલ 20 મોતમાંથી 6 મોત પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. તો 14 મોતમાં દર્દીઓને અન્ય પ્રકારની ગંભીર બીમારી હતી. તો 20 મોતમાંથી સૌથી વધુ મોત અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાને કારણે 19 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે મહેસાણામાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

 

આજે ડિસ્ચાર્જનાં કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 109, આણંદમાં 7, બોટાદમાં 2, ગાંધીનગરમાં 1, મહિસાગરમાં 4, મહેસાણામાં 17, પંચમહાલમાં 6, પાટણમાં 1, રાજકોટમાં 16, સુરતમાં 65 અને વડોદરામાં 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

మరింత సమాచారం తెలుసుకోండి: