મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે ભારત સરકારે 80 અને 90ના દશકની જૂની સિરિયલ્સ ફરી ટેલિકાસ્ટ કરી છે. આ લિસ્ટમાં રામાયણ, મહાભારત, શક્તિમાન વગેરે સહિત ઘણી સિરિયલ છે. 1987ની રામાયણ સિરિયલ એ સમયમાં ઘણી લોકપ્રિય હતી અને હાલ રી-ટેલિકાસ્ટ થયા બાદ પણ લોકપ્રિય બની છે. સિરિયલને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે તેણે રેકોર્ડ તોડી દીધો છે. શરૂઆતના 4 એપિસોડને ટોટલ 17 કરોડ (170 મિલિયન) લોકોએ જોયા અને આ સાથે 2015થી અત્યારસુધીમાં હાઇએસ્ટ ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) ધરાવતી હિન્દી સિરિયલ બની ગઈ છે.       

 

પ્રસાર ભારતીના સીઇઓ શશી શેખરે ટ્વીટ કરી જણાવ્યું કે, જણાવીને રોમાંચ થાય છે કે ડીડી નેશનલ પરના રામાયણના રી-ટેલિકાસ્ટને હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ કેટેગરીમાં 2015થી અત્યારસુધીમાં સૌથું વધુ રેટિંગ મળ્યા છે. (સોર્સ: BARC ઇન્ડિયા) 

 

BARC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ)ના ડેટા મુજબ શનિવારે સવારે સીરિયલના પહેલા એપિસોડને 34 મિલિયન લોકોએ જોયો ને તેનું રેટિંગ 3.4% હતું. ત્યારબાદ શનિવારે સાંજે જ બીજા એપિસોડને 45 મિલિયન લોકોએ જોયો અને રેટિંગ 5.2% હતું. રવિવારે સવારે રિલીઝ થયેલ ત્રીજા એપિસોડને 40 મિલિયન લોકોએ અને સાંજે ચોથા એપિસોડને 51 મિલિયન લોકોએ જોયો હતો. 1987ની પ્રોડ્યુસર-ડિરેક્ટર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલને ફરી ટેલિકાસ્ટ કરવાની જાહેરાત સૌ પ્રથમ થઇ હતી

మరింత సమాచారం తెలుసుకోండి: