સિંગર નેહા કક્કર તથા આદિત્ય નારાયણનો હાલમાં જ એક વેડિંગ વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બંને ‘ઈન્ડિયન આઈડલ’ના સેટ પર ફેરા ફરતા હોય છે. આ વીડિયો વાયરલ થયા બાદ આદિત્ય નારાયણે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર શો માટે કરવામાં આવ્યું હતું અને તેણે કોઈ લગ્ન કર્યાં નથી. વીડિયોમાં નેહા લાલ અનારકલીમાં જોવા મળે છે અને આદિત્ય પિંક શેરવાનીમાં છે. વિશાલ દદલાણી પણ વેડિંગ સેરેમનીમાં સામેલ હોય છે.
જોકે, આદિત્ય નારાયણે લગ્નની વાતને માત્ર અફવા ગણાવી છે. આટલું જ નહીં આદિત્યે દાવો કર્યો હતો કે તેણે અથવા નેહાએ ક્યારેય સોશિયલ મીડિયામાં લગ્નને લઈ કોઈ જાહેરાત કરી નહોતી. જો તે તેના જીવનનો આટલો મોટો નિર્ણય લેતો હોય તો તે આની જાહેરાત જાતે જ કરે. જો તે લગ્ન કરવાનો હોય તો તેના માટે આ ઘણાં જ મોટા ન્યૂઝ છે અને તે આ વાત ક્યારેય છૂપાવે નહીં. સાચી વાત એ છે કે આ બધું માત્ર મજાકથી શરૂ થયું હતું અને પછી એ હદે ગંભીર બની ગયું કે આ વાત પર કોઈનો અકુંશ રહ્યો નહીં. સોશિયલ મીડિયામાં આને લઈને ગમે તેમ વાતો થવા લાગી પરંતુ આ બધું ફૅક છે.
આદિત્યે ઉમેર્યું હતું કે જ્યારે તમે સ્ક્રીન પર બે કલાકારોને લગ્ન કરતા જુઓ તો તમે એવી આશા ના રાખી શકો કે રિયલ લાઈફમાં તેમના સંતાનો હશે. રિયાલિટી શોમાં આ બધું TRP માટે કરવામાં આવ્યું હતું. મેકર્સે આ બધુ માત્ર મસ્તી કરવા ખાતર કરવાનું કહ્યું હતું.
click and follow Indiaherald WhatsApp channel