બોલિવૂડ માંથી ઘણી વખત અભિનેતા અને અભિનેત્રી મદદ માટે હમેંશા આગળ રહે છે. હાલમાં જ વધુ એક બોલીવુડ એક્ટર અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, ‘ભારત કે વીર’થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે.
ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી. ચેન્નઈમાં ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ અંગેની માહિતી મળી હતી અને તેણે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.
અક્ષય કુમારના આ નિર્ણયને LGBTQI સમુદાયે વધાવી લીધો છે. ગૌરી સાવંતે કહ્યું હતું કે આ એક સારો પ્રયાસ છે. બોલિવૂડ આ સમુદાયને લઈ આર્થિક સહાય કરશે તો તેમને ઘણો જ ફાયદો થશે. લોકો એનિમલ વેલફેર માટે કામ કરે છે તો ટ્રાન્સજેન્ડર માટે કેમ નહીં? તેઓ પણ માણસ છે, બસ તેમની સેક્સ્યુઅલ આઈડેન્ટિટી અલગ છે. તે પણ સેક્સ વર્કર્સના બાળકોના માટે ઘર બંધાવે છે.
હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને કિઆરાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘કંચના 2’ની હિન્દી રિમેક છે.
click and follow Indiaherald WhatsApp channel