તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિજયની ડેબ્યુ ફિલ્મમાં તેની ઓપોઝિટ અનન્યા પાંડે કાસ્ટ થશે. આ ફિલ્મને કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ પ્રોડ્યૂસ કરવાનું છે.
રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માર્શલ આર્ટ્સ અને હેવી એક્શનથી ભરપૂર છે. ફિલ્મને પુરી જગંનાધ ડિરેક્ટ કરી રહ્યા છે. મેકર્સ ફિલ્મ માટે યંગ ફેસ ઇચ્છતા હતા. અનન્યા વિજય સાથે કામ કરવા ઘણી ઉત્સુક છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે.
હાલ તો અનન્યા ‘ખાલીપીલી’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. છેલ્લે તે ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મમાં દેખાઈ હતી. ‘ખાલીપીલી’ ફિલ્મમાં અનન્યા ઈશાન ખટ્ટર સાથે દેખાશે. જ્યારે વિજયની અપકમિંગ તેલુગુ ફિલ્મ ‘વર્લ્ડ ફેમસ લવર’ છે જે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે. વિજય તેની વિવાદાસ્પદ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી ફેમસ થયો હતો. આ ફિલ્મની હિન્દી રિમેક ‘કબીર સિંહ’માં શાહિદ કપૂર લીડ રોલમાં હતો.
ચંકી પાંડેની દિકરીને અનન્યાને બોલિવુડમાં એન્ટી બહુ આસાનીથી મળી ગઇ છે, ગોલ્ડન સ્પુન સાથે જન્મેલા સ્ટારને વડવાઓના ભેગા કરેલા પુણ્ય મળે છે. હાલ ભાગ્યેજ એવા કોઇ સ્ટાર હશે જેને ભારે જહેમત બાદ બોલીવુડમાં આવવાની ટિકીટ મળી જાય છે.
ઉલ્લેખનિય છેકે તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોન્ડા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિજયની ડેબ્યુ ફિલ્મમાં તેની ઓપોઝિટ અનન્યા પાંડે કાસ્ટ થશે. આ ફિલ્મને કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ પ્રોડ્યૂસ કરવાનું છે.
click and follow Indiaherald WhatsApp channel