રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. જો કે છેલ્લા અઠવાડિયાથી વધતા જતા આંકડાની સરખામણીમાં ગઈકાલે ઓછા કેસો નોંધાયા હતા. આજે કોરોનાના કુલ કેસોનો આંકડો બે હજારથી વધુ થઇ ગયો છે. સમગ્ર ગુજરામાં અત્યાર સુધી કુલ 2066 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 127 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 50 કેસો નોંધાયા છેઆરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 6 લોકોના દુઃખદ અવસાન થયા છે. સુરતમાં 69, અરવલ્લી, ખેડા અને ગીરમાં એક એક કેસ, રાજકોટમાં 2 વલસાડમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો છે. 19 લોકો વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદમાં ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, નારણપુરા, મેમનગર, દાણીલીમડામાં કેસો નોંધાયા છે.

 

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1વલસાડમાં 2 કેસ નોઁધાયા છે.  આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2066 થઇ છે. રાજ્યમાં વધુ 6ના મોત થયા છે.

 

ગઈકાલે 24 કલાક દરમ્યાન રાજ્યમાં કુલ 184 કેસો નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 152 કેસો નોંધાયા હતા. ગઈકાલ સુધી ગુજરાતમાં 1939 કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 1248 કેસ નોંધ્યા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. બીજા નંબરે 269 કેસો સાથે સુરત છે અને ત્રીજા નંબરે 188 કેસો વડોદરામાં નોંધાયા છે. આ આંકડા ગઈકાલ એટલે કે સોમવાર રાત સુધીના છે.

 

మరింత సమాచారం తెలుసుకోండి: